બુધવાર, 1 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Updated : સોમવાર, 30 માર્ચ 2020 (11:42 IST)

તમે હળદરનું દૂધ પીતા હોય તો જરૂર વાંચો..આ 5 ફાયદા વિશે

રોજ પીઓ હળદરવાળું દૂધ, થશે અધધ લાભ 
 
હળદર એક એવો મસાલો છે જ એ દરેકના રસોડામાં જોવા મળે છે. આ ઉપરાંત તેનો પ્રયોગ ઔષધીયના રૂપમાં પણ કરી શકાય છે. હળદરવાળુ દૂધ બીમારીઓ સાથે દુખાવામાં પણ તરત આરામ આપે છે. પ્ણ કેટલાક લોકોએ આનુ સેવન કરતા બચવુ જોઈએ. આજે અમે તમને બતાવીશુ કે ક્યા ક્યા લોકોએ હળદરનુ દૂધનુ સેવન ન કરવુ જોઈએ. 
1. પિત્તમાં પથરી 
જો પિત્તાશયમાં જોડાયેલ કોઈપણ સમસ્યા છે તો હળદરના દૂધનુ સેવન ન કરો. કારણ કે આનુ સેવન કરવાથી આ સમસ્યા વધી શકે છે. 
 
2. એલર્જી - જો તમને કોઈપણ પ્રકારની એલર્જી છે તો હળદરના દૂધનુ સેવન કરવુ બંધ કરી દો. આવામાં હળદરનુ સેવન એલર્જીની સમાસ્યાને વધુ વધારી શકે છે. 
 
3. લીવરની સમસ્યા - જે લોકોને લીવર સાથે જોડાયેલ સમસ્યા છે તો તેમણે હળદરવાળા દૂધનુ સેવન ન કરવુ જોઈએ. કારણ કે તેમા રહેલ તત્વ લીવરની સમસ્યાને વધુ વધારી શકે છે. 
 
4. બ્લડ શુગર - હળદરમાં એક રાસાયણિક પદાર્થ જોવા મળે છે. જે બ્લડ શુગર લેવલને પ્રભાવિત કરે છે. આવામાં શુગરના રોગીઓને હળદરવાળા દૂધથી પરેજ કરવુ જોઈએ. 
 
5. સર્જરી દરમિયાન - હળદર લોહીના થક્કાને જમવા દેતો નથી. જેને કારણે લોહીનુ સ્ત્રાવ વધી જાય છે. જો તમારી સર્જરી થઈ છે કે પછી  થવાની છે તો હળદરવાળા દૂધનુ સેવન ન કરો.