તમારા શરીર માટે રામબાણ ઈલાજ છે અડદની દાળ

pulses
Last Updated: શુક્રવાર, 13 ડિસેમ્બર 2019 (18:50 IST)

અડદની દાળને કોઈપણ રૂપે ખાવામાં આવે તો તેનાથી શક્તિ જ મળશે. આ દાળને પલાળીને, વાટીને કપાળ પર લેપ કરવાથી નકસીર અને ગરમીમાં થનાર માથાના
દુખાવામાં આરામ મળે છે. આવો જાણીએ અને ફાયદા.

- રાત્રે નવટાંક (5 રૂપિયાના વજન જેટલુ) અડની દાળને પલાળી દો.
સવારે તેને વાટીને દૂધ કે સાકરમાં મિક્સ કરી ખાવ. હ્રદય અને મગજને લાભ મળશે.

- જો હિચકી બંધ ન થઈ રહી હોય તો આખી અડદની દાળને કોલસા પર નાખી તેનો ધુમાલો સૂંઘો. હિચકી ઠીક થઈ જશે.

- અડદની દાલને ઉકાળીને વાટી લો અને સૂતી વખતે માથા પર લવાવો. માથાના ટાલ પર ફાયદો થશે.

- જો ચહેરા પરના સફેદ દાગ દૂર ન થઈ રહ્યા હોય તો અડદના લોટને પલાળી બીજીવાર વાટીને દાગવાળી જગ્યા પર રોજ લગાવો. ચાર મહિના સુધી સતત
લગાવવાથી દાગ દૂર થઈ જશે.

-
અડદની દાળ પાણીમાં પલાળી રાખી, વાટી, તેમાં મીઠું, મરી, હીંગ, જીરુ લસણ અને આદુ નાખી વડાં કરવાં. તેને ઘીમાં અથવા તેલમાં તળીને ખાવાથી શુળ મટે છે
- વીર્યનું મુખ્ય ઘટક પ્રોટીન છે. બધાં જ કઠોળમાં પ્રોટીન હોય છે, પરંતુ અડદમાં ઉત્તમ પ્રકારનું પ્રોટીન હોય છે. આથી જ અડદના સેવનથી સારી શુક્રવૃદ્ધી થાય છે.

- અડદ વાયુનાશક અને બલ્ય હોવાથી પણ કામશક્તી-મૈથુનશક્તી વધારે છે. જેમને વીર્યમાં શુક્રાણુની ખામીને લીધે જ બાળકો ન થતાં હોય તેમણે અડદ અને અડદીયા
પાકનો ઉપયોગ કરવો જોઈએ. જેમને સેક્સની સમસ્યા હોય, ઉત્તેજના ઓછી હોય તેમના માટે તો અડદ ઉત્તમ ઔષધની ગરજ સારે છે. આવી તકલીફવાળાએ તો લાંબાસમય સુધી લસણવાળી અડદની દાળ, તલના તેલમાં બનાવેલ અડદનાં વડાં અને અડદીયો પાક નીયમીત ખાવાં જોઈએ.


આ પણ વાંચો :