1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: શનિવાર, 19 ડિસેમ્બર 2020 (18:44 IST)

વજન ઘટવાના પાંચ સંકેતો, જે બતાવે છે કે તમારી વર્કઆઉટ અને તમારો ડાયેટ પ્લાન સફળ થઈ રયો છે

તમે વજન ઘટાડવાનો કેટલો પણ પ્રયાસ કરો,  પણ ઘણીવાર એવુ થાય છે કે કેટલી પણ સાવચેતી રાખવા છતા  પણ વજન ઓછું થવાને બદલે વજન વધે છે. આવી સ્થિતિમાં વારંવાર અથવા દરરોજ વજન કરવું શક્ય નથી, તેથી તમારે આવી વસ્તુઓ પર નજર રાખવી જ જોઇએ. જેથી તમે જાણી શકો કે તમારું વજન ખરેખર ઓછું થઈ રહ્યું છે કારણ કે ઘણી વખત આપણે જીમ અથવા હોમ વર્કઆઉટ પછી વધુ આહાર લઈએ છીએ જેનાથી વજન વધે છે. જો આપણે સમયસર જાણીએ તો આપણે સમજી શકીએ કે વજન ઘટાડવાના પ્રયત્નો યોગ્ય દિશામાં જઈ રહ્યા છે. આવો જાણીએ એવા સંકેતો જે બતાવે છે કે તમારું વજન ઓછું થઈ રહ્યું છે
 
1 વારંવાર ટોયલેટ જવુ - જો તમને વારેઘડીએ પેશાબ આવે છે અને તમને કોઈ બીમારી નથી તો તમારે સમજવું જોઈએ કે તમારું વજન પહેલાની તુલનામાં ધીમે ધીમે ઓછું થઈ રહ્યું છે. જો કે, એ પણ ધ્યાન રાખો કે તમારું વજન કોઈ ખાસ પ્રયત્નો કર્યા વિના તો ઝડપથી ઘટી રહ્યુ નથી ને. 
 
2. પરસેવો આવવો - જો તમને વર્કઆઉટ્સ કરતી વખતે ખૂબ પરસેવો પડતો હોય તો સમજો કે તમારા વજન ઘટાડવાના પ્રયત્નો યોગ્ય દિશામાં જઈ રહ્યા છે. પરસેવાના કારણે વજન ઓછું થવાના સંકેતો પણ છે.
 
3. ચાલવાની ગતિ વધવી - સામાન્ય રીતે ઓછા વજનવાળા લોકો મેદસ્વી લોકો કરતા વધુ ઝડપથી ચલે છે. આવી સ્થિતિમાં, યાદ રાખો કે જો તમારી ગતિ અગાઉની તુલનામાં વધી છે, તો તમારું વજન ઓછું થઈ રહ્યું છે કારણ કે તમારા ઘૂંટણ પર વજન ઓછુ પડી રહ્યુ છે. 
 
4. તરસ વધુ  અને ભૂખ ઓછી - વજન ઓછું થતા ગળુ વારંવાર સુકાવવા માંડે છે.  આવી સ્થિતિમાં, તમને વારંવાર તરસ લાગે છે. આ સિવાય શરીર હલકુ થતા તમારી ભૂખ પણ પહેલા કરતા ઓછી થાય છે. તમારા આહારમાં થોડો ઘટાડો છે.