શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: નવી દિલ્હી. , મંગળવાર, 7 ફેબ્રુઆરી 2017 (16:39 IST)

આ કારણોથી થાય છે ડાયાબિટીસ

ભારતમાં ડાયાબિટીસ મહામારીની જેમ ફેલાય રહી છે અને આ બીમારીનુ મુખ્ય કારણ લાઈફસ્ટાઈલ અને ખાનપાનમાં ફેરફાર હોય છે.  ઈંડિયન મેડિકલ એસોસિએશન આઈએમએનું માનવુ છે કે આ બીમારીના મુખ્ય કારણોમાં આપણા રોજબરોજના ખાવામાં ઉપયોગમાં થનારી સફેદ ખાંડ, મેદો અને ચોખા જેવી વસ્તુઓની અધિકતા છે. 
 
શુ કહે છે એક્સપર્ટ - આઈએમએના અધ્યક્ષ ડોક્ટર કે.કે અગ્રવાલે જણાવ્યુ કે રિફાઈંડ ખાંડમાં કેલોરીની ભારે માત્રા હોય છે. જ્યારે કે ન્યૂટ્રિશંસ બિલકુલ હોતા નથી. તેન ઉપયોગથી ડાયજેશન પર ખૂબ ખરાબ અસર પડી શકે છે અને ડાયાબિટીસ જેવી લાઈફસ્ટાઈલ સાથે જોડાયેલ અનેક બીમારીઓ હોય છે. 
 
30 વર્ષથી વધુ વયના લોકોને ડાયાબીટિસ 
 
અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાન એમ્સના ડાક્ટર સંદીપ મિશ્રનુ કહેવુ છે કે બ્લડમાં શુગરની માત્રા ઝડપથી વધારવામાં રિફાઈંડ કાર્બોહાઈડ્રેટનો મુખ્ય યોગદાન છે. જો કે મેદા જેવા ખાદ્ય પદાર્થોમાં જોવા મળે છે. ગળી વસ્તુઓનુ સેવન કરવુ જ હોય તો દેશી ગોળ કે મધ યોગ્ય વિકલ્પ છે.  મિશ્રએ કહ્યુ કે એક અનુમાન મુજબ દેશની વસ્તીમાં 30 વર્ષથી ઉપરની આયુના લગભગ 10 ટકા લોકો ડાયાબીટિસની બીમારીથી પીડિત કે તેના નિકટ છે. 
 
આર્ટિફિશિયલ વ્હાઈટ વસ્તુઓ છે ઝેર 
 
 
અગ્રવાલે કહ્યુ કે લોકો આજે પેક્ટ લોટ લાવે છે જેમા મેદો મિક્સ હોય છે. એ જ રીતે આજે છાલટા ઉતારેલા સફેદ ચોખા જ દરેક સ્થાન પર ખાવામાં વપરાય છે. ટૂંકમાં આર્ટિફિશિયલ વ્હાઈટ વસ્તુઓએ આપણા જીવનમાં ઝેર ઉમેર્યુ છે. 
 
તેથી રાખવામાં આવતુ હતુ વ્રત 
 
તેમણે કહ્યુ કે આપણા દેશમાં વ્રત વગેરે રાખવાની પરંપરાનુ વૈજ્ઞાનિક કારણ હતુ.  અન્ન દોષથી બચવા માટે લોકો અઠવાડિયામાં એક દિવસ ઉપવાસ રાખતા અને એ દિવસે ઘઉંથી બનેલી વસ્તુઓનો પરિત્યાગ કરતા હતા.  આ જ રીતે મહિનામાં એક દિવસ ચોખાનો ત્યાગ કરતા હતા. તેનાથી તેમની ઈંસુલિન પ્રતિરોધક ક્ષમતા વધતી  હતી.