બુધવાર, 22 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: શુક્રવાર, 15 સપ્ટેમ્બર 2023 (09:41 IST)

Health Care - જમ્યા પછી કોગળા ન કરીએ તો શું થાય? આ વાત જાણી લો નહીંતર તમે આ 3 સમસ્યાઓનો શિકાર થઈ જશો

mouth care
mouth care
Mourth Care Tips - ઘણા લોકોને એવી આદત હોય છે કે તેઓ જમ્યા પછી ક્યારેય મોં ધોતા નથી કે કોગળા કરતા નથી. જ્યારે કે આ આદતો તો આપણા સારા માટે છે અને તેનું પાલન કરવાથી આપણને સ્વસ્થ રહેવામાં મદદ મળી શકે છે. પરંતુ, તમારે સમજવું પડશે કે જમ્યા પછી મોઢું ઘોવું શા માટે જરૂરી છે. તે માત્ર દાંતમાં ફસાયેલી ગંદકીને જ સાફ કરવામાં મદદ નથી કરતું, પરંતુ તે તમને મોઢાને લગતી ઘણી બીમારીઓથી પણ બચાવી શકે છે. આ ઉપરાંત ભોજન કર્યા પછી દર વખતે મોઢું ધોવાના ઘણા ફાયદા છે. આવો, ચાલો આ વિશે વિગતવાર જાણીએ.
 
જમ્યા પછી કોગળા ન કરીએ તો શું થાય? -Why should we rinse our mouth after meal
 
1. દાંતના ઉપરના સ્તર (ઈનેમલ) ને નુકસાન થાય છે
 
જ્યારે આપણે ભોજન કરીએ  છીએ, ત્યારે ખોરાકને પચાવવા માટે લાળ ઉત્પન્ન થાય છે અને તે ખોરાકમાંથી નીકળતી ખાંડ સાથે ભળે છે. બેક્ટેરિયા આ ખાંડને પચાવવા માટે ઉત્સેચકો ઉત્પન્ન કરવાનું શરૂ કરે છે અને બદલામાં એસિડ અને કચરાના ઉત્પાદનો પાછળ છોડી દે છે જે પ્લાક નામના સ્તરના સ્વરૂપમાં આપણા દાંત પર રહે છે. પ્લાક આપણા દાંતને પીળો રંગ આપે છે. આ ઉપરાંત, તેની એસિડ પ્રોપર્ટી દાંતના ઉપરના સ્તર એટલે કે ઈનેમલને બગાડે છે.
 
2. દાંતમાં સડો થઈ શકે છે
ખાધા પછી મોઢું ન ધોવાથી દાંતમાં સડો થઈ શકે છે. હકિકતમાં બેક્ટેરિયા તમારા દાંતમાં રહેલા ખાદ્ય પદાર્થો પર બેસીને દાંતમાં સડો લાવી શકે છે. આના કારણે, તમને તમારા દાંતમાં ભારે દુખાવો થઈ શકે છે અને તમારા દાંત સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ શકે છે. આ ઉપરાંત જો તે વધી જાય તો તે દાંતના પેઢાને પણ પોલા કરી શકે છે અને તેને બગાડી શકે છે.
 
3.માઉથ ઈન્ફેકશન થઈ શકે છે 
જો તમે જમ્યા પછી મોં ન ધોતા હોય તો તમે મોઢાનાઈન્ફેકશનનો શિકાર પણ બની શકો છો.  ઉલ્લેખનીય છે કે ખોરાક અને તેની સાથે ભળેલા બેક્ટેરિયા સંક્રમણનું કારણ બને છે. તેના કારણે મોઢામાં ફોલ્લાઓ દેખાય છે અને જીભ પર ફોલ્લીઓ થઈ શકે છે. આ ઉપરાંત જમ્યા પછી મોં સાફ કરવા અને કોગળા કરવાથી પણ શ્વાસની દુર્ગંધ દૂર કરવામાં મદદ મળે છે.
 
તેથી, આ સમસ્યાઓથી બચવા માટે, તમારે જમ્યા પછી તમારું મોં સાફ કરવું જોઈએ. ઉપરાંત, તમારે જમ્યા પછી તરત જ લગભગ 3 થી 5 મિનિટ સુધી આ કાર્ય કરવાનો પ્રયાસ કરવો જોઈએ. ઉપરાંત, દરેક ભોજન પછી 3 મિનિટ તમારા દાંત પર બ્રશ જરૂર કરો. આમ કરવાથી તમે ઘણી સમસ્યાઓથી બચી શકો છો.