શનિવાર, 20 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By

હેલ્થ કેર : આપ જાણો છો કેવી રીતે સ્પર્મ ડોનર દ્વારા ગર્ભધારણ થાય છે ?

સ્પર્મ ડોનર(શુક્રાણુ દાતા) દ્વારા ગર્ભધારણ કરવા માટે સૌથી જરૂરી છે તમામ મેડિકલ તપાસ થાય. એ દંપતી જેઓ કોઇ કારણસર સંતાન સુખ પ્રાપ્ત નથી કરી શકતા તેઓ શુક્રાણુ દાતા(સ્પર્મ ડોનર)ની મદદ લઇ શકે છે. પણ આના માટે સતત ડૉક્ટરની દેખરેખ જરૂરી છે.

કઇ રીતે મળે છે સ્પર્મ? - સૌથી પહેલા ફ્રોઝન સ્પર્મ મેળવવામાં આવે છે. આ માટે તમે કોઇ સ્પર્મ બેંકનો સંપર્ક કરી શકો છો. તમારો કોઇ પુરુષ મિત્ર પણ આમાં તમારી મદદ કરી શકે છે. તમારા ડૉક્ટર આના વીર્યને વીર્ણરોપણ માટે ફ્રોઝન કરી દેશે. જો તમને સ્પર્મ બેંક વિષે જાણકારી ન હોય તો તમારા ડૉક્ટર પાસેથી આ વિષે માહિતી મેળવી શકો છો.

સ્પર્મ ટેસ્ટ - સ્પર્મ ડોનર પાસેથી સ્પર્મ મળ્યા બાદ આના પરીક્ષણનો નંબર આવે છે. આના માટે તેની ગતિશીલતા, આકારવિજ્ઞાન અને તેમાં શક્રાણુની સંખ્યા વગેરેની તપાસ કરવામાં આવે છે. જો શુક્રાણુ આ બધા માપદંડો પર ખરા ન ઉતરે તો તેના ગર્ભાધાનની સંભાવના ઓછી થઇ જાય છે.

કઇ રીતે થાય છે વીર્યારોપણ? - સફળ ગર્ભધાન માટે માસિક ધર્મચક્રનું પાલન કરવામાં આવે છે. આના માટે શરીરના મૂળભૂત તાપમાનનું ધ્યાન રાખવું જરૂરી છે. સવારે પથારી છોડતા પહેલા આ તપાસ અચૂક કરાવી લો. તમારા દિવસની શરૂઆત આ જ કામથી કરો આ પહેલા કોઇ અન્ય કામ ન કરો. માસિક ચક્ર સમયે શરીરનું મૂળભૂત તાપમાન સામાન્ય દિવસો કરવા વધુ હોય છે. પહેલી જ ખતે ગર્ભાધાન કરવા માટે તમારા ડૉક્ટરને એ પણ પૂછી લેવું જરૂરી છે કે માસિક ચક્ર દરમિયાન ફર્ટિલિટી દવાઓ લઇ શકાય કે નહીં.

બીજું પગલું - ચક્ર દરમિયાન પ્રજનન ક્લીનિકમાં ડૉક્ટરો લોહીની તપાસ અને અલ્ટ્રાસાઉન્ડ દ્વારા ઈંડાની પરિપકવતા પર નજર રાખશે. જ્યારે ઈંડુ પરિપકવ થવાની તૈયારીમાં જ હોય ત્યારે ગર્ભાધાન માટે યોગ્ય સમય હોય છે.

ત્રીજું ચરણ - આ તકનીકમાં પુરુષના સ્પર્મ અને મહિલાના ઈંડાને બહાર ફર્ટિલાઇઝ કરવામાં આવે છે. માત્ર એક સ્પર્મને નળી દ્વારા ઈંડાની વચ્ચોવચ્ચ નાંખી દેવામાં આવે છે. ફર્ટિલાઇઝ થયા બાદ તેને યુટરસમાં નાંખી દેવામાં આવે છે.