શનિવાર, 27 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Updated : શુક્રવાર, 22 ઑગસ્ટ 2014 (13:18 IST)

આફ્રિકામાં હાહાકાર મચાવનાર એબોલો વાયરલ ફિવરનો આર્યુવેદથી ઇલાજ સંભવ, અર્થવવેદમાં ઉલ્લેખ પણ છે

આફ્રિકાના દેશોમાં વાયરલ ફિવર એબોલોએ એક હજારથી વધુ લોકોના ભોગ લીધો છે. આ જીવલેણ રોગે આખીયે દુનિયાભરમાં હાહાકાર મચાવ્યો છે. એબોલોથી ભય એટલા માટે છેકે, આજની તારીખમાં તેની કોઇ દવા કે રસી જ નથી. હાલમાં સંશોધકો એબોલોની રસી - દવાના સંશોધનમાં લાગી પડયાં છે. જોકે, જાણીને નવાઇ લાગે તેવી વાત એછેકે, આર્યુવેદથી એબોલોનો ઇલાજ થઇ શકે છે. એટલું જ નહીં, ચાર વેદો પૈકીના અર્થવવેદમાં એબોલોના લક્ષણો વિશે જ નહીં પણ તેની સારવારનો ઉલ્લેખ કરાયો છે. ઘણી વનસ્પતિ એવી છેકે, જેના માધ્યમથી એબોલો જેવા જીવલેણ રોગની સારવાર થઇ શકે છે.

એબોલો એક પ્રકારનો વાયરલ ફિવર છે. સખત તાવ આવવો, શરીરના સ્નાયુ અને સાંધાનો સખત દુખાવો થવો, ઉલ્ટી થવી, રોગ પ્રતિકારક શક્તિ ઘટી જવી , આંખો લાલ થવી , શરીરમાં બળતરા થવી અને છેલ્લે શરીરમાં ગમે તે ભાગમાંથી લોહી નીકળવું. આ એબોલાના લક્ષણો છે. આર્યુવેદની દ્રષ્ટિએ શરીરમાં પિત્ત અને વાયુનું પ્રમાણ વધે ત્યારે કુલ ૧૩ પ્રકારના તાવ આવી શકે છે. એબોલો તેમાનો એક પ્રકારનો તાવ છે. જેના લક્ષણો રક્તસ્થિવી નામના રોગ જેવા જ છે. આર્યુવેદમાં રક્તસ્થિવીમા દર્દીને એબોલો જેવા લક્ષણો જોવા મળે છે જેમાં છેલ્લે શરીરમાંથી લોહી નીકળે છે. આ કારણોસર આ રોગને આર્યુવેદમાં રક્તસ્નીપત જવર કહે છે. અર્થવવેદ ઉપરાંત યોગ રત્નાકર અને ચરકસંહિતા નામના આર્યુવેદના પુસ્તકમાં પણ એબોલોના રોગ વિશેનો ઉલ્લેખ કરાયો છે.

અમદાવાદની અખંડાનંદ સરકારી હોસ્પિટલના પંચકર્મ વિભાગના હેડ ઓફ ડિપાર્ટમેન્ટ ડૉ.અતુલ ભાવસારનું કહેવું છેકે, એબોલોની ભલે આજે દુનિયામાં દવા ન હોય પણ આર્યુવેદના માધ્યમથી આ રોગની સારવાર થઇ શકે છે. પિતપાપડો નામની દેશી વનસ્પતિ કે જેને આર્યુવેદ ઔષધિ તરીકે પર્પટના નામથી ઓળખવામાં આવે છે જેનો ઉકાળો આ રોગમાં અકસીર સાબિત થઇ શકે છે. અરડુસીના પાન બાફીને દર્દીને સવાર-સાંજ પીવડાવવાથી દર્દીને આ રોગથી મુક્તિ મળી શકે છે. ભોંયઆમલી નામની જંગલી વનસ્પતિ કે જ આર્યુવેદમાં ભૂતિયામલકી તરીકે ઓળખાય છે. સુદર્શન, ભોંયઆમલી અને કાલમેઘનુ મિશ્રણ એબોલોનો રામબાણ ઇલાજ છે. એબોલોમાં જયારે શરીરમાંથી લોહી બહાર નીકળતું હોય તેવા સંજોગોમાં અરડૂસી આપવામાં આવે તો તે શ્રેષ્ઠ દવા તરીકે કામ કરે છે. ચંદ્રકલા રસ પણ એબોલો જેવા વાયરલ ફિવરમાં અસરકારક દવાનું કામ કરે છે. ટુંકમાં આજે સંશોધકો એબોલોની દવા અને રસીના સશોધન કરી રહ્યાં છે ત્યારે આર્યુવેદમાં આ જીવલેણ રોગનો ઇલાજ છે જ.

એલોપેથીમાં એબોલોની દવા જ નથી પણ આજે આર્યુવેદમાં એબોલોની સારવાર થઇ શકે છે. ભારતની કેટલીક આર્યુવેદની દવા બનાવતી સંસ્થાઓએ એબોલોની સારવારમાં અકસીર દવા સહિતની માહિતી દર્શાવી છે. ઘણી વનસ્પતિઓ એબોલોની સારવારમાં અસરકારક ભૂમિકા ભજવી શકે છે તેમ આર્યુવેદના જાણકારોનો દાવો છે.