શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: શુક્રવાર, 12 ફેબ્રુઆરી 2016 (14:38 IST)

કીડનીની બીમારીથી બચવા આટલુ કરો

કિડની આપણાં શરીરનું મહત્વનું અંગ માનવામાં આવે છે. જેથી તેનું જતન કરવુ આપણી મહત્વની ફરજ છે. કિડનીને સ્વસ્થ રાખવા માટે આપણે હંમેશાં આપણાં ખોરાકમાં અમુક વસ્તુઓને સમાવવી જરૂરી છે.


*આપણાં ખોરાકમાં હંમેશાં ડુંગળીનો ઉપયોગ કરવો જોઈએ. ડુંગળીથી સ્ટોનની તકલીફમાંથી મુક્તિ મળે છે. ડુંગળી એંટીસેપ્ટિક ગુણોથી ભરપૂર હોવાના કારણે આપણાં શરીર માટે ફાયદાકારક ગણવામાં આવે છે.

* ડુંગળી સિવાય આદુને પણ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે. આદુ આપણાં શરીરમાં ઝેરી પદાર્થને બહાર નિકાળવા માટે મદદરૂપ થાય છે. ત્યારબાદ ધાણાને પણ કિડનીના સ્ટોનને બહાર નીકાળવા માટે ફાયદાકારક માનવામાં આવે છે.

* રોજ આપણે આપણા ખોરાકમાં તાજા શાકભાજીનો પણ ઉપયોગ કરવો જોઈએ.

*ખરેખર પાણી ઓછું પીવાથી કિડનીને લગતા રોગો થાય છે. જેથી વ્યક્તિએ હંમેશાં દરરોજનું 4થી 5 લીટર પાણી પીવું જોઈએ. સાથે મૂળાના પાંદડાનો રસ પણ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે.