શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: શનિવાર, 13 સપ્ટેમ્બર 2014 (16:33 IST)

કેલ્શિયમ તમારી તાકાતનો મજબૂત સાથી

કેલ્શિયમથી તમને તાકત મળે છે. આ તમારા હાડકાને મજબૂત બનાવે છે,પણ એના માટે તમને આ જાણવું જરૂરી છે કે તમારા ભોજનમાં કેલ્સ્જિયમની માત્રા કેટલી હોવી જોઈએ. 
 
કેલ્શિયમની માત્રા 
 
નવલા બાળકો અને કિશોરોને કેલ્શિયમની સૌથી વધારે જરૂરત હોય છે. અને તેને કેલ્શિયમની 60 ટકા માત્રા ભોજનના માધ્યમથી મળે છે. આથી તેમનૂ આહાર કેલ્શિયમથી ભરપૂર હોવો જોઈએ. 
 
યુવાઓ અને 21 વર્ષથી વધારે ઉમરના વ્યસ્કોમાં કેલ્શિયમની માત્રા 20 ટકા ભોજનના માધ્યમથી શરીરમાં પહોંચે છે આથી તેને કેલ્શિયમ માટે સપ્લીમેંટ ઓ પર નિર્ભર રહેવો પડે છે. 
 
શરીરમાં કેલ્શિયમનો સાથી 
 
મેગ્નેશિયમ : શરીરમાં કેલ્શિયમને એબજોર્બ કરવા અને સંરક્ષિત રાખવામાં સહાયક હોય છે. 
 
વિટામિન ડી- સૌથી મહત્વપૂર્ણ પોષક તત્વ જે શરીરમાં કેલ્શિયમને એનજોર્બ કરવા અને લોહીમાં નિયંત્રિત  કરવામાં મદદ કરે છે. 
 
વિટામિન કે - શરીરમાં કેલ્શિયમને નિયંત્રિત કરવામાં મદદ કરે છે અને હાડકાઓને મજબૂત બનાવે છે . 
 
આને કહો હાં--
 
હળવો તડકો લો. આથી શરીરમાં વિટામિન ડી બને છે જે શરીરમાં  કેલ્શિયમને એબજોર્બ કરવા માટે ખૂબ જરૂરી છે. 
 
આને કહો ના 
 
શરાબ મીઠું રેડમીટ કૉફી અને સાફ્ટ ડ્રિકંસ લોહીમાં હાડકા માટે જરૂરી  કેલ્શિયમના સ્તર ઘટાવી શકે છે.
 
કેલ્શિયની અછતના સંકેત 
 
ત્વચામાં શુષ્કતા,આસ્ટ્યોપોરોસિસ,હાડકામાં વાર- વાર ફ્રેકચર,વધારે અછતથી આંગળિઓ સુન્ન થવાની સમસ્યા ,હૃદયની ધડકનો અસામાન્ય હોવાના લક્ષણ જોવાય છે.
 
કેલ્શિયમ અને અસ્ટિયોપોરોસિસ 
 
50થી વધારે ઉમરના દરેક ત્રણમાંથી એક મહિલાને આસ્ટિયોપોરોસિસના કારણે ફ્રેકચરની આશંકા છે. 
 
50થી વધારે ઉમરના દરેક પાંચમાંથી એક પુરૂષને આસ્ટિયોપોરોસિસના કારણે ફ્રેકચરની આશંકા છે. 
 
કેલ્શિયમ વધારવાના ઉપાય 
 
દરરોજ દૂધ પીવું 
 
દૂધથી બનેલા ઉત્પાદ, બદામ ,અંજીર ,પાલક વગેરે