1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Updated : રવિવાર, 24 જુલાઈ 2016 (09:57 IST)

ચોમાસાની ઋતુમાં આ વસ્તુઓ ખાશો તો બીમાર નહી પડો

વરસાદની ઋતુનુ આગમન થઈ ચુક્યુ છે અને વરસાદની આ ઋતુમાં પેટનો દુ:ખાવો, ઈંફ્કેશન જેવી સમસ્યા સામાન્ય વાત છે. આ તુમાં થોડુ પણ બહારનું ખાધુ નહી કે ગળામાં દુખાવો, સોજો કે અવાજ બેસી જાય છે અને બીજી પણ સમસ્યાઓ થઈ શકે છે. આ બધાથી બચવા માટે ઘરેલુ ઉપાયો ખૂબ લાભકારી હોય છે.  તેના ઉપયોગથી વરસાદમાં થનારી મુશ્કેલીઓથી બચી શકાય છે. 
 
 
1. તજ, કાળા મરી અને મધ - એક ગ્લાસ પાણીમાં એક નાનકડી ચમચી તજ પાવડર, વાટેલા કાળા મરી પાવડર અને અડધી ચમચી મધ નાખીને આ મિશ્રણ અડધુ રહે ત્યા સુધી ઉકાળો અને થોડુ ઠંડુ થતા પી લો. 
 
2. મધ - રાત્રે સૂતા પહેલા એક ચમચી મધ ખાવ. તેનાથી એંટી બેક્ટેરિયલ ગુણ ગળાની ખરાશ અને દુખાવો દૂર કરવામાં મદદ કરે છે. 
 
3. મધ - રાત્રે સૂતા પહેલા એક ચમચી મધ ખાવ. તેનાથી એંટી બેક્ટેરિયલ ગુણ ગળાની ખરાશ અને દુખાવો દૂર કરવામાં મદદ કરે છે. 
 
4. હર્બલ ચા - એક કપ પાણીમાં થોડા કાળા મરી પાવડર, છીણેલુ આદુ, ચપટી હળદર અને મધ મિક્સ કરીને 3 થી 4 મિનિટ માટે ઉકાળી લો. દિવસમાં 3-4 વાર પીવાથી ગળાની ખરાશ, દુ:ખાવો સોજો અને ઈફેક્શનને રાહત મળે છે. 
 
 
5. મધ અને લીંબૂ - એક ચમચી મધમાં અડધી નાનકડી ચમચી લીંબૂનો રસ મિક્સ કરીને રોજ રાત્રે પીવો. 
 
6. મેથી - બે ગ્લાસ પાણીમાં બે ચમચી મેથીદાણા નાખીને ઉકાળો. જ્યારે પાણી અડધુ રહી જાય તો તેમા એક નાનકડી ચમચી હળદર અને મીઠુ મિક્સ કરો.  કુણુ થતા દિવસમાં 3-4 વાર કોગળા કરવાથી ગળાનો દુખાવો દૂર થઈ જાય છે. 
 
 
6. લવિંગ - એક ગ્લાસ પાણીમાં 6-7 લવિંગ નાખીને ઉકાળો અને પી લો.  તેનાથી ગળાનો દુખાવો અને ઈફેક્શન દૂર થઈ જાય છે. 
 
7. લસણ - લસણમાં જોવા મળતા એંટીબેક્ટેરિયલ અને એંટી ઈફ્લેમેટરી ગુણ ગળાના દુખાવા, ઈંફેક્શન અને સોજાથી રાહત અપાવે છે. દિવસમાં 2-3 વાર લસણની કળીઓ ચૂસો કે પછી ચાવીને ગરમ પાણી સાથે લો.