બુધવાર, 13 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By

જો તમે પેરાસિટામોલ ખાતા હોય તો જરૂર વાંચો

મોટાભાગે ડોક્ટર કમરના દુખાવા માટે પેરાસિટામોલ આપે છે. પણ લાંસેટમાં છપાયેલ શોધ મુજબ તેનો કોઈ ફાયદો નથી. 
 
સિડની સ્થિત જોર્જ ઈંસ્ટીટ્યુટની તાજી શોધ અત્યાર સુધીની માન્યતા વિરુદ્ધ છે. વૈજ્ઞાનિકોએ આ માટે કમરથી પીડિત 1600 લોકો પર પરીક્ષણ કર્યુ. 
 
એક ગ્રુપને નામ માત્રની દવાર આપવામાં આવી. બીજાને જરૂર પડે તો પેરાસિટામોલ લેવાનુ કહેવામાં આવ્યુ અને ત્રીજા ગ્રુપને દિવસમાં ત્રણ વાર પેરાસિટામોલ આપવામાં આવી. 
 
મુખ્ય શોઘકરતા ક્રિસ મહેરનુ કહેવુ છે કે ત્રણેય બાબતોમાં પીડિતોની હાલત એક જેવી રહી. બની શકે છે કે તાવમાં પેરાસિટામોલ કારગર સાબિત થાય પણ કમરના દુ:ખાવામાં આવુ નથી.