શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By

જ્યારે કોમ્પ્યુટર પર કામ કરો...

આજકાલ દરેક ઓફીસમાં કોમ્પ્યુટરનું ચલણ સામાન્ય થઈ ગયુ છે. તમને પણ ક્યારેક એવું લાગતું હશે કામ કરતાં કરતાં આંખમાં મુશ્કેલી થઈ રહી છે. કલાકો સુધી કોમ્પ્યુટર સામે જોઈને કામ કરવાથી મગજ થાકી જાય છે. આવામાં તમારૂ કાર્ય કરવાનું સ્થળ કેવું હોવું જોઈએ કે જેને લીધે તમને થકાવટ ન લાગે? તો આવો જાણીએ-

- તમે જ્યાં બેસીને કામ કરતાં હોય તે સ્થળ ખુલ્લુ અને હવાદાર હોવું જોઈએ.

- જે ખુરશીનો તમે ઉપયોગ કરતાં હોય તે એડજસ્ટેબલ હોવી જોઈએ.

- જો કોમ્પ્યુટર પર સતત કામ કરતાં હોય દરેક 40 મિનિટ પછી મોનીટર અને કીબોર્ડ સામેથી બ્રેક લઈ લો. ત્યાર બાદ દૂર રહેલી કોઈ વસ્તુ પર ધ્યાન આપવું જેથી કરીને આંખોની માંસપેશીઓને આરામ મળે.

- મોનીટરની હાઈટ એટલી હોય કે તમારી આંખોના સીધમાં આવે.

- પોતાના કાંડાને નીચેથી સપોર્ટ આપો જેથી કરીને તે થાકે નહિ.

- એક એડજ્સ્ટેબલ લેમ્પનો ઉપયોગ કરો જેનો પ્રકાશ આંખોમાં ન ખુંચે.

-એવી સ્થિતિમાં રહો કે કીબોર્ડ પર તમારા હાથ સીધા રહે. હાથના ઉપરના અને અગ્ર ભાગની વચ્ચે 70 થી 90 ડિગ્રીનો ખુણો બને.

- તે વાતનું ધ્યાન રાખો કે ઈલેક્ટ્રીક વાયર પગની આસપાસ ન હોય.

- તમારી બેસવાની રીત, ખુરશીની યોગ્ય સ્થિતિ અને સ્ક્રીનનો સાચો એંગલ હશે તો કમરના દુ:ખાવાથી અને અન્ય મુશ્કેલીઓથી બચી શકાશે.