શનિવાર, 27 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. આરોગ્ય
  4. »
  5. આરોગ્ય સલાહ
Written By વેબ દુનિયા|

દાંતના દુ:ખાવાથી લઈને કાન દર્દ સુધીના નુસ્ખા

P.R
રોજબરોજની અનેક એવી મુશ્કેલીઓ જેમને માટે ડોક્ટરની પાસે પણ નથી જઈ શકતા અને આપણે હેરાન થતા રહીએ છીએ. આવામાં જો કેટલાક ઘરેલુ ઉપાયો ડોક્ટર જ બતાવે તો ?

આ મહિને નીલામ થનારા 350 વર્ષ જૂના પુસ્તકમાં ચાર્લ્સ દ્વિતીયના ફિઝિશિયન વિલિયમ સેરમોને આવી અનેક વિચિત્ર નુસ્ખાની માહિતી આપી છે જે તમારી તંદુરસ્તી સાથે જોડાયેલ નાની મોટી સમસ્યાઓ હલ કરી શકે છે.

જાણો આ પુસ્તમાં આપ્યા છે એવા નુસ્ખા વિશે જે તમારી આરોગ્ય સાથે સંકળાયેલી સમસ્યાઓનો યોગ્ય ઉપાય બની શકે છે.

કાનના દુ:ખાવા માટે - કાનના દુ:ખાવામાં આરામ મેળવવા માટે આ પુસ્તમાં બ્રેડનો વિચિત્ર ઉપયોગ બતાવાયો છે. સેરમોને લખ્યુ છે કે બ્રેડના વચ્ચેના ટુકડાને કાનમાં રૂના પૂંમડાની જેમ લગાવવાથી કાનના દુ:ખાવામાં આરામ મળી શકે છે.

માથાનો દુ:ખાવો - જો ઠંડી લાગવાથી માથામાં દુ:ખાવો થાય તો વાઈનનુ સેવન આરામ આપી શકે છે.

દાંતમાં દુ:ખાવો - દાંતમાં દુ:ખાવાથી આરામ મેળવવા માટે ચંસુર નામની બૂટી વ્હાઈટ વાઈનમાં મિક્સ કરીને લગાવવાથી આરામ મળશે.

દાંતની સફેદી - તંબાકૂના પાનને બાળીને અને તેની રાખથી દાંત પર હળવેથી મસાજ કરવાથી દાંતની સફેદી કાયમ રહેશે.

ડો સેરમને સેનામાં પોતાના અનુભવોના આધારે 50 વર્ષની આયુમાં આ પુસ્તક લખ્યુ હતુ અને તેમા નાની મોટી સમસ્યાઓથી લઈને અનેક ગંભીર રોગોના ઘરેલૂ ઉપચાર સાથે સંકળાયેલ માહિતી આપી હતી.