શનિવાર, 27 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: મંગળવાર, 12 જુલાઈ 2016 (15:20 IST)

પીરિયડ્સમાં થતા દુ:ખાવાનું કારણ અને ઉપાય

પીરિયડ્સના દિવસોમાં થનારો દુખાવો મહિલાઓ માટે સૌથી ડરામણો અનુભવ હોય છે. મહિનાના એ દિવસોમાં પેટનોનીચલો ભાગ ખૂબ દુ:ખે છે. પીરિયડ્સના દિવસોમાં પેટનો આકાર પણ બદલાય જાય છે અને તે થોડો ફૂલી જાય છે.  ખૂબ તીવ્ર દુખાવો થાય છે અને પાંચ દિવસ સુધી સતત રક્તસ્ત્રાવ થવાને કારણે યોનિમાં ખૂબ ભીનાશ પણ લાગે છે.  
 
સામાન્ય રીતે મહિલાઓને સહનીય દર્દ થાય છે જેમા કોઈ હળવા ડોઝવાળી દવા લેવાથી આરામ મળી જાય છે.  પણ કેટલીક સ્ત્રીઓને ભયાનક દુખાવો થાય છે જેને ડિસ્મેનોરિયા કહેવામાં આવે છે. જે સ્ત્રીઓ ને આવી સમસ્યા થાય છે તેમને અનેકવાર પીરિયડ્સ નથી થતા અને અનિયમિત રીતે થાય છે.  માસિક ધર્મના દિવસોમાં પ્રોસ્ટેગ્લૈડિંસનો સ્ત્રાવ થાય છે. જેને કારણે દુખાવો થાય છે. માસિક ધર્મના દિવસોમાં ગર્ભાશયની માંસપેશિયો સંકુચિત અવસ્થામાં આવી જાય છે. જેથી ગર્ભાશયમાં ભરેલી બધી ગંદકી જેવુ કે ગંદુ લોહી, ઈંડા વગેરે બહાર નીકળી જાય.  અનેક સ્ત્રીઓને આ દિવસોમાં ઉલ્ટી, થાક, માથાનો દુખાવો અને ડાયેરિયા પણ થાય છે.  
 
પીરિયડસ દરમિયાન થનારા દુખાવાને દૂર કરવા માટે અનેક ઉપાયો છે. આ સાબિત થઈ ચુક્યુ છે કે પીરિયડ્સમાં થનારો દુખાવો એંટી-ઈંફ્લામેંટૅરી કમ્પાઉંડ અને પ્રો-ઈફ્લામેંટ્રી કમ્પાઉંડની વચ્ચે અંતુલન હોવાને કારણે થાય છે. આવામા જો આ દરમિયાન ઓમેગા-3 ફેટી એસિડનુ સેવન કરવામાં આવે તો ખૂબ આરામ મળે છે.  કેટલાક પ્રકારની માછલી અને તેલમાં આ જોવા મળે છે.  
 
આ  ઉપરાંત માસિક ધર્મ દરમિયાન વિટામિન ઈ, મેગ્નેશિયમ જિક  અને વિટામિન બી1નુ સેવન પણ દુખાવાથી રાહત અપાવે છે. 90 ટકા સમસ્યાનુ સમાધાન આ સામગ્રીઓના સેવન માત્રથી જ થઈ જાય છે.  જો કોઈ પણ સ્ત્રીને ખૂબ દુખાવો થાય છે તો તેમણે એંટી-ઈફ્લામેંટ્રી દવાઓનું સેવન કરી લેવુ જોઈએ. આ ખૂબ પ્રભાવી હોય છે અને તેનાથી પેટમાં થનારી પીડાથી આરામ મળે છે.