શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By વેબ દુનિયા|

યૌનેચ્છા રોકવાની સીધી અસર હૃદય પર થાય છે

એક અહેવાલ અનુસાર યૌનેચ્છાને રોકવી ઘણી નુકસાનકારક સાબિત થઈ શકે છે અભ્યાસમાં ખુલાસો થયો છે તે પુરૂષો માટે ખાસ કરીને વીર્ય માટે ત્રણ મહિનાનો સંકલ્પ ઘણો નકારાત્મક અસર કરી શકે છે. આ સંશોધન બ્રહ્મચાર્યની ભારતીય થિયરીને તોડી પાડવા માટેનું હોય એવું લાગે છે.

યુનિવર્સિટી આઁફ શોફિલ્ડમાં પુરૂષ પ્રજનનના વરિષ્ઠ પ્રોફેસર અને બ્રિટીશ ફર્ટિલિટી સોસાયટીના સચિવ ડો. અલાન પાસેનું કહેવું છે કે, લોકો એવું માને છે કે યૌનેચ્છાને રોકવાથી પ્રજનન ક્ષમતા વધે છે. કેટલીક હદ સુધી આ વાત સાચી છે પરંતુ વધુમાં વધુ પાંચ દિવસ બાદ આ સ્થિતિ બગડવા માંડે છે. જેટલીવાર વીર્ય પુરુષ પ્રજનન નળીમાં અટકી રહેશે તેટલું જલ્દી તે નષ્ટ થવા માંડશે અને પોતાના સ્વાભાવિક ગુણોને છોડવા માંડશે. બાયો મેડીકલ વૈજ્ઞાનિક ડો. રાયના મતે યૌનેચ્છા રોકવાથી હૃદય પર સીધી અસર થાય છે. મધ્ય અવસ્થાના પુરૂષ માટે સ્વસ્થ જીવન જીવવા માટે યૌનેચ્છા જરૂરી છે. યૌનેચ્છાથી હૃદય અને શ્વાસની વ્યવસ્થા વધુ નિયમિત બની રહે છે. વધુમાં ૩- ૪ કે ૫ અઠવાડિયા સુધી યૌનેચ્છાનો ત્યાગ બહુ અસર નહી કરે પરંતુ ત્યારબાદ નકારાત્મક અસર શરૂ થઈ જશે. શરીરના અન્ય અંગોની જેમ જ પુરૂષ કે સ્ત્રી પોતાના પ્રજનન અંગોનો ઉપયોગ ન કરે તો નષ્ટ થઈ જાય છે.

જે લોકો યૌનેચ્છા રોકે તેમનામાં ઉત્તેજના અને ચિડીયાપણું ખૂબ જ વધી જાય છે તેમ અભ્યાસ ઉમેરે છે.