શનિવાર, 27 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: બુધવાર, 7 ઑક્ટોબર 2015 (14:42 IST)

શાકભાજીનો ઓછો વપરાશ બ્લડ-પ્રેશરને આમંત્રણ

અાપણે ત્યાં ભોજનમાં એક જ વાર શાકભાજીનો સમાવેશ થાય છે. જોકે વેજિટેબલ્સ ઓછાં ખાનારા માત્ર ગુજરાતી-ભારતીયો જ નથી. વિશ્વમાં ૮૦ ટકા લોકો દિવસમાં બે વખત પૂરતી માત્રામાં શાકભાજી નથી ખાતા. અાવું અમેરિકાની કેલિફોર્નિયા યુનિવર્સિટીના રિસર્ચરોનું કહેવું છે. સંશોધકોએ ઓનલાઈન ૪૦૦૦ સ્ત્રી-પુરુષોની ડાયટ પેટર્નનો સ્ટડી કરીને અા તારવ્યું છે.
૨૫થી ૪૫ વર્ષની વયના લોકો સૌથી ઓછાં શાકભાજી ડાયટમાં લે છે. સંશોધકોનું કહેવું છે કે શાકભાજીનો ઓછો વપરાશ થતો હોવાથી બ્લડ-પ્રેશરનું પ્રમાણ વધી રહ્યું છે. જે લોકો દિવસમાં ઓછામાં ઓછા બે વખત વેજિટેબલ્સ ખાય છે તેમને હાઈપરટેન્શન થવાનું જોખમ ઓછું હોય છે.