શનિવાર, 27 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: શુક્રવાર, 14 ઑગસ્ટ 2015 (16:39 IST)

શ્વસન ક્રિયા પર નિયંત્રણ

અાજની ભાગદોડભરી જિંદગીમાં માણસને શ્વાસ લેવાની પણ ફુરસદ નથી હોતી અેવું કહેવાય છે અને અા ભાગદોડના કારણે લોકો ઘણા બઘા રોગોના ભોગ બને છે ત્યારે વાસ્તવમાં સરખી રીતે શ્વાસ લેવાની અાદત જ તેમને અા રોગોથી બચાવી શકે છે. મતલબ કે જાે તમે તમારી શ્વસન ક્રિયા પર નિયંત્રણ મેળવતાં શીખો તો સ્વસ્થ રહીને લાંબું જીવી શકો. ભારતમાં તો યોગ અને પ્રાણાયામ, શ્વસન ક્રિયા પર નિયંત્રણ દ્વારા લાંબું જીવન જીવવાનો રસ્તો બતાવે જ છે, પણ અાપણે પ્રાણાયામ ન કરતા હોઈઅે ત્યારે પણ શ્વસન ક્રિયા પર નિયંત્રણ રાખવાની અાદત પાડીઅે તો તેના કારણે ઘણા ફાયદા થાય છે.

પ્રાણાયામ અા અાદત પાડવાની પ્રક્રિયાનું પહેલું પગથિયું છે અને દિવસ દરમિયાન સતત તેનો અભ્યાસ કરતા રહેવું જરૂરી છે. લોકો શરીરને મજબૂત બનાવવા કસરત કરે છે, પણ કસરતની સાથે શ્વાસ પર નિયંત્રણ જરૂરી છે તે સમજતા નથી. વાસ્તવમાં કસરત કરતાં પણ વધારે મહત્ત્વની શારીરિક પ્રક્રિયા શ્વસનની છે અને તેના પર નિયંત્રણ મેળવી શકાય તો કસરતની વધારે જરૂર ન પડે.

શ્વસન ક્રિયા પર નિયંત્રણ અે યોગ્ય પ્રમાણમાં ભોજન લેવા જેવી વાત છે. તમે જે રીતે શરીર ટકાવવા ભોજન કરો છો અને અા ભોજન પૂરતાં પ્રમાણમાં લેવું જરૂરી છે તે રીતે હવા પણ પૂરતાં પ્રમાણમાં લેવી જરૂરી છે. ભોજનમાં જે રીતે પોષક તત્ત્વો જ લેવા જરૂરી છે તે રીતે શ્વસનમાં પણ સારી હવા લેવી જરૂરી છે. ભોજનમાં જે રીતે યોગ્ય રીતે ચાવવું જરૂરી છે તે રીતે શ્વસનમાં પણ હવાને લેવી અને તેને બહાર કાઢવાની ક્રિયામાં નિયંત્રણ જરૂરી છે.

શ્વસન ક્રિયા પર નિયંત્રણમાં સાૈથી પહેલી બાબત ઊંડા શ્વાસ લેવા અને પછી અે જ રીતે શરીરમાંથી કર્ાબન ડાયોક્સાઇડ બહાર કાઢવો તે છે. ઊંડા શ્વાસ લેવાથી ફેફસાં મજબૂત બને અને જેનાં ફેફસાં મજબૂત હોય તે લાંબું જીવી શકે. અે રીતે શ્વસન ક્રિયા પર નિયંત્રણ દ્વારા શરીરમાં ઊર્જા ભરી શકાય છે. રોજિંદા જીવનવ્યવહારમાં તમે અસીમ ઊર્જા દ્વારા તરોતાજા જિંદગી જીવી શકો છો. શ્વસન પ્રક્રિયા પ્રાકૃતિક છે. તેના નિયમનમાં તમે જેટલા જાગૃત રહેશો તેટલા તમે સ્વસ્થ રહી શકશો.
શ્વસન ક્રિયામાં નિયંત્રણમાં મહત્ત્વની બાબત શરીર માટે હાનિકારક વાયુઅો શરીરમાં ન જાય તે પણ છે. પ્રદૂષણ વધતું જાય છે અે સંજાેગોમાં પ્રદૂષણયુક્ત વાતાવરણમાં હો ત્યારે પ્રદૂષિત હવા વધારે પ્રમાણમાં શરીરમાં ન જાય અેટલે માટે ટૂંકા શ્વાસ લેવાની અાદત પાડવી પડે. પ્રદૂષણગ્રસ્ત વાતાવરણથી દૂર રહેવું હિતાવહ છે અને બંધિયાર સ્થળોઅે વધુ સમય ન ગાળવો અે અાદર્શ સ્થતિ છે, પણ અેવા વાતાવરણમાં રહેવું પડે ત્યારે શ્વસન પર નિયંત્રણ તમને સ્વસ્થ રાખી શકે.