શનિવાર, 27 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Updated : સોમવાર, 28 જુલાઈ 2014 (14:49 IST)

સ્વસ્થ અને તંદુરુસ્ત રહેવા માટે દાળ પણ જરૂરી છે

સ્વસ્થ અને તંદુરુસ્ત રહેવા માટે દાળ પણ જરૂરી છે

એક બોલિવૂડ ફિલ્મમાં સાંભળ્યુ હતુ કે દાળ-રોટી ખાવ અને પ્રભુના ગુણ ગાવો .પણ એવુ નથી કે દાળ માત્ર મજબૂરી અને લાચારીમાં જ આપણી  મિત્ર છે. આરોગ્ય દ્રષ્ટિએ  પણ દાળ  ખૂબ જ જરૂરી છે. દાળમાં પૂરતી માત્રામાં પ્રોટીન, વિટામિન્સ અને ખનીજ હોય છે. 
 
અંકુરિતના દાળના લાભ 
 
દાળ સિવાય એનાથી બનેલા અંકુરિત પણ પોષક તત્વોથી ભરપૂર હોય છે.એમાં  વિપુલ પ્રમાણમાં પ્રોટીન મળે છે. આ આરોગ્ય માટે ખૂબ જ લાભદાયી છે. 
 
સ્પ્રાઉટસમાં  વિટામિન એ, વિટામિન સી, વિટામિન બી 1, વિટામિન બી 6 અને વિટામિન જોવા મળે છે. એમાં આયર્ન, પોટેશિયમ, કેલ્શિયમ, ફોસ્ફરસ,  મેગ્નેશિયમ ,મેંગેનીઝ પણ વિપુલ પ્રમાણમાં હોય છે.તાજા સ્પ્રાઉટસ રાંધેલા સ્પ્રાઉટસથી વધારે સારું હોય છે. કારણ કે રાંધવાથી તેમાં રહેલા થોડા એંજાઈમ નાશ પામે છે.સ્પ્રાઉટસ ખાધા પછી સરળતાથી પાચન થઈ જાય છે કારણ કે એમાં વિપુલ પ્રમાણમાં એંજાઈમ હોય છે.જે લોકોના પાચનતંત્રમાં સમસ્યા હોય તેના  માટે  સ્પ્રાઉટસ  ઉત્તમ પસંદગીઓ છે. 
 
દાળ રાંધતા પહેલાં એને 5-6 કલાક પલાળવી જોઈએ  . કારણકે તેના પોષક  તત્વોમાં વધારો થઈ જાય છે .દાળ  બનાવતા વખતે એ જ પાણીનો ઉપયોગ કરવો જોઈએ જેમાં દાળ પલાળી હોય .આ સ્વાદ વધારે છે .  
 
આરોગ્ય માટે ગુણધર્મો 
 
તુવેર : આ દાળ કફ અને લોહીની  વિકૃતિઓ દૂર કરે છે.એમાં  પ્રોટીન, વિટામિન્સ, કાર્બોહાઇડ્રેટ્સ, ફોસ્ફરસ, વિટામિન એ અને બી હોય છે  છે. 
 
ઉડદ :   આમા  ફોસ્ફોરિક  એસિડ વધુ માત્રામાં હોય  છે.આ દાળ કબ્જિયાતનો નાશ  અને  બળવૃદ્ધિ કરે  છે.હાડકામાં દુખાવો  હોય તો તેને વાટીને લેપ લગાવવાથી લાભ થાય છે. 
 
મગ : એમાં પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ અને ફાઇબર મળે છે. તે કફ અને પિત્તના દર્દીઓ માટે ફાયદાકારક છે. આ સરળતાથી  સુપાચ્ય છે.