શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. આરોગ્ય
  4. »
  5. આરોગ્ય સલાહ
Written By વેબ દુનિયા|

હેલ્થ કેર - ડાયાબીટિઝ એક વધતી જતી સમસ્યા

P.R
આજના જમાનામાં ડાયાબીટિઝ કોઇ નવાઇની વાત નથી. ડાયાબીટિઝ જેવી બીમારી આજે બાળકો, મહિલાઓ, વયસ્કો અને પુરુષોમાં સામાન્ય રૂપે વ્યાપવા લાગી છે. ડાયાબીટિઝથી પીડાતી વ્યક્તિ ડાયાબીટિઝ સિવાય પણ અનેક સમસ્યાઓથી ઘેરાતી જાય છે. આવો જાણીએ ડાયાબીટિઝથી ઉદ્ભવનારી સમસ્યાઓ વિષે...

- ડાયાબીટિઝનું જોખમ સૌથી વધુ શહેરોમાં વસનારા લોકોને રહે છે. આજના સમયે ડાયાબીટિઝ આંતરરાષ્ટ્રીય સ્તરની સ્વાસ્થ્ય સમસ્યા બની ગયું છે.
- ડાયાબીટિઝથી પીડાતી વ્યક્તિને શારીરિક નબળાઇ વધુ રહે છે. જેમ કે હાથ-પગમાં કંપારી છુટવી, ખભામાં પીડા થવી, જકડાઇ જવું વગેરે,
- પેઢામાં સોજો, આંખોથી ઓછું દેખાવું, વસ્તુઓ જ્યાં-ત્યાં મૂકીને ભૂલી જવું, બહેરાશની ફરિયાદ જેવી મુખ્ય સમસ્યાઓ ડાયાબીટિઝને કારણે સર્જાઇ શકે છે.
- નાનકડી ઇજા થવાથી પણ મોટો ઘા થઇ જવો, ઘા બહુ જલ્દી ન ભરાવો જેવી લાંબા સમય સુધી રહેનારી સમસ્યાઓ ડાયાબીટિઝને કારણે થઇ શકે છે.
- ડાયાબીટિઝ દરમિયાન સ્થૂળતા વધવા લાગે છે પણ ડાયાબીટિઝથી પીડાતી વ્યક્તિમાં આની ઊંધી અસર પણ જોવા મળી શકે છે.

આ સિવાય ડાયાબીટિઝથી પીડાતા દર્દીઓમાં સ્વાસ્થ્યને લગતી અનેક મુખ્ય સમસ્યાઓ થઇ શકે છે જેવી કે...
- ઓછું દેખાવું કે ઘુંઘળું દેખાવું.
- હંમેશા થાક લાગતો હોવાની ફરિયાદ થવી સુસ્તી લાગવી.
- ત્વચા સંબંધી ઇન્ફેક્શન વારંવાર થવું.
- શરીર પર અને ગુપ્તાંગોમાં વારંવાર ખણ આવવી અને બળતરા થવી.
- પેઢા સંબંધી સમસ્યાઓ થવી જેવી કે પેઢામાં નબળાઇ, દાંતમાંથી લોહી નીકળવું, દાંતમાં દર્દ થવો વગેરે.
- ડાયાબીટિઝથી હૃદયરોગનો હુમલો પડવાનું જોખમ પણ વધી જાય છે. કિડની પણ આ બીમારીની ખરાબ અસરોથી બચી શકતી નથી.
- કેટલાંક દર્દીઓમાં ડાયાબીટિઝ ડિપ્રેશનનું કારણ પણ બની જાય છે. આવામાં દર્દીની ઊંઘ અને ભૂખ ઓછી થઇ જાય છે.
- ડાયાબીટિઝની પીડાતી વ્યક્તિ તણાવ, એકલતા અને લાચારી અનુભવવા લાગે છે જેનાથી અનેકવાર તે નશો, ડ્રગ્સ અને આલ્કોહોલના સકંજામાં આવી જાય છે.
- ગર્ભવતી મહિલાઓમા ડાયાબીટિઝને કારણે ઓપરેશન કે ગર્ભપાતની સ્થિતિ ઉત્પન્ન થઇ શકે છે.
- ડાયાબીટિઝને કારણે હાઇ બ્લડપ્રેશર પણ લાંબા સમય માટે ઘર કરી શકે છે.

સામાન્યપણે આ આનુવંશિક બીમારી છે. પહેલા આ વયસ્કોને વૃદ્ધાવસ્થા દરમિયાન થતી હતી પણ હવે આધુનિક જીવનશૈલી અને અનિયંત્રિત ખાનપાનને કારણે ડાયાબીટિઝ પર નિયંત્રણ કરવો મુશ્કેલ બની ગયું છે.