શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Updated : મંગળવાર, 5 ઑગસ્ટ 2014 (16:46 IST)

હેલ્થ ટિપ્સ -ખોરાકમાં વધારે કેલોરીથી કિડનીમાં પથરીનો ખતરો.

ખોરાકમાં વધુ પડતી કેલરી  લેવાથી કિડનીમાં પથરીની સમસ્યા આવી શકે છે. અમેરિકાના શોધકર્તા મુજબ વધારે કેલરીવાળા ખોરાક સાથે એક્સરસાઈજ ન કરવાથી મેટાબાલ્જિમ ગડબડ કરવા લાગે છે અને શરીરમાં સ્ટોન એટલે પથરીની સમસ્યા ઝડપીથી શરૂ થાય છે. 
 
આશરે 85 હજાર લોકો  પર કરેલ અભ્યાસ અનુસાર જો તમે દરરોજ 2200 કેલોરીથી વધારે લો છો તો કિડનીમાં પથરી બનવાનું  જોખમ  42 ટકા વધી જાય છે. કિડનીને  આ દબાવથી બચાવવા માટે આપણે  ખોરાક સાથે કસરત ઉપર પણ ધ્યાન કેન્દ્રિત કરવુ  જોઈએ. અને પૂરતી માત્રામાં પાણી પીવુ  જોઈએ.  પાણી જરૂરી છે...
 
એક શોધકર્તા પ્રમાણે વધુ કેલોરીથી  બચવા માટે ભોજન પહેલાં પાણી પીવું,ભોજન પછી તરત નહી . દરરોજ ઓછામાં ઓછા 8-10 ગ્લાસ પાણી પીવું ,નહીતર કિડનીમાં બનતા ઝેરી પદાર્થો બહાર નહી નીકળે અને ધીમે ધીમે આ પદાર્થો ત્યાં જ એકત્ર થઈ જાય છે અને પથરીની સમસ્યા થાય છે.