અમેરિકા બનાવશે બે નવા પરમાણુ વીજઘર

વોશિંગ્ટન | ભાષા| Last Modified ગુરુવાર, 18 ફેબ્રુઆરી 2010 (12:57 IST)

ત્રીસ વર્ષ પહેલા થ્રી માઈલ આઈલેન્ડના પરમાણુ વીજઘરમાં સર્જાયેલી દુર્ઘટના બાદથી લાગેલા પ્રતિબંધને હટાવતા અમેરિકાએ બે નવા પરમાણું વીજઘર બનાવવાનો નિર્ણય કર્યો છે.

રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ તેને આજની જરૂરિયાત જણાવતા તેના માટે આઠ અરબ ડોલરની લોન ગેરેન્ટીની જાહેરાત કરી છે. બન્ને વીજળીઘર અમેરિકા વીજ કંપની સદર્ન દ્વારા જ્યોર્જિયામાં બનાવવામાં આવશે.

રાષ્ટ્રપતિ ઓબામાએ દાવો કર્યો કે, બન્ને વીજઘર સ્વાસ્થ્ય અને પર્યાવરણની દૃષ્ટિએ સુરક્ષિત અને સાફ છે. આ દેશની આવનારી જરૂરિયાતોને પૂર્ણ કરવામાં તો મદદ કરશે જ સાથોસાથ પર્યાવરણ સંરક્ષણમાં પણ સહાયક થશે. એક અનુમાન અનુસાર કોલસા આધારિત વીજઘરની તુલનામાં એક પરમાણું વીજઘર 1.6 કરોડ ટન કાર્બન ઘટાડવામાં મદદગાર થશે.


આ પણ વાંચો :