શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: બુધવાર, 24 જુલાઈ 2019 (10:01 IST)

ઈમરાને ખાને માની 'આતંકિસ્તાન'ની હકીકત, કહ્યુ - PAKમાં સક્રિય હતા 40 આતંકી સમુહ

પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને મંગળવારે સનસનીખેજ ખુલાસો કર્યો છે. તેમણે કહ્યુ કે પાકિસ્તાનમાં 40 આતંકી સંગઠન ચાલી રહ્યા હતા. તેમની માહિતી પૂર્વવર્તી સરકારે છેલ્લા 15 વર્ષમાં અમેરિકાને નહી આપી.  ઈમરાને કહ્યુ, "અમે અમેરિકા સાથે આતંક વિરુદ્ધ લડાઈ લડી રહ્યા છે. પાકિસ્તાનની  9/11 થી કોઈ લેવડ દેવડ નથી. પાકિસ્તાનમાં કોઈ તાલિબાન નથી. પણ અમે લડાઈમાં અમેરિકાનો સાથ આપ્યો. દુર્ભાગ્યવશ જ્યારે વસ્તુઓ ખરાબ થઈ તો મે સરકારની આલોચના કરી પણ પૂર્વવર્તી સરકારોએ અમેરિકાને જમીની હકીકત વિશે ન બતાવ્યુ. 
 
ઈમરાન ખાન કોંગ્રેસને શીલા જૈકસન લી દ્વારા આયોજીત કૈપિટલ હિલ રિસેપ્શનને સંબોધિત કરી રહ્યા હતા. લી કોંગ્રેશ્નલ પાકિસ્તાન ગૂટની અધ્યક્ષ છે. સાથે જ ભારત અને ભારતીય અમેરિકિયોના કાંગ્રેશ્નલ ગૂટનો ભાગ છે. ખાને કહ્યુ, પાકિસ્તાનમાં 40 વિવિધ આતંકી સંગઠન ચલાવાય રહ્યા હતા. તેથી પાકિસ્તાન એવા સમયગાળામાંથી પસાર થયુ, જ્યા અમારા જેવા લોકો એવુ વિચારી રહ્યા હતા કે આનો સામનો કરીશુ કેવી રીતે. બીજી બાજુ અમેરિકા અમારી પાસેથી વધુ આશા કરી જંગ જીતવા માટે મદદ માંગી રહ્યુ હતુ. ત્યારે પાકિસ્તાન પોતાના જ અસ્તિત્વની લડાઈ લડી રહ્યુ હતુ.  ખાને કહ્ય કે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ અને અન્ય વરિષ્ઠ અમેરિકી નેતાઓને મળવુ ખૂબ જરૂરી હતુ. 
 
ઈમરાન ખાને એ પણ કહ્યુ કે પાકિસ્તાનને પોતાની ધરતી પર આતંકી ઓસામા બિન લાદેનની હાજરી વિશે જાણ હતી. તેમણે કહ્યુ કે પાકિસ્તાનની ગુપ્ત એજંસી ઈંટર-સર્વિસેજ ઈટેલિજેંસ (આઈએસઆઈ)એ જ અમેરિકી ગુપ્ત એજંસી સીઆઈએને માહિતી પુરી પાડી. જેની મદદથી અમેરિકા અલ કાયદા ચીફ ઓસામા બિન લાદેન સુધી પહોંચ્યુ હતુ.  તેમની આ ટિપ્પણી પાકિસ્તાનના સત્તાવાર વલણથી ઉલટ આવી છે. પાકિસ્તાને સત્તાવર રૂપે એવુ કહ્યુ કે બે મે 2011ના એબટાબાદમાં અમેરિકી નેવી સીલ દ્વારા રાત્રે લાદેનને ઠાર કરવા સુધી તેને ઓસામા બિન લાદેનના ઠેકાણાની કોઈ માહિતી નહોતી.