શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: શનિવાર, 22 એપ્રિલ 2017 (10:35 IST)

અફગાનિસ્તાનમાં આર્મી કેમ્પ પર તાલિબાનનો હુમલો, 50 સૈનિકો માર્યા ગયા

મજાર-એ-શરીફ અફગાનિસ્તાનના નોર્દન સિટી મજાર-એ-શરીફની પાસે આર્મી કેમ્પ પર તાલિનાને હુમલો કર્યો. જેમા 50થી વધુ સૈનિકોનુ મોત થઈ ગયુ. હુમલાવરોએ અફગાન મિલિટ્રીની યૂનિફોર્મ પહેરી રાખી હતી. મજાર-એ-શરીફ બલ્ખ પ્રોવિંસની કૈપિતલ છે. 
 
- ન્યૂ એજંસી મુજબ બલ્ખ પ્રોવિંસમાં આર્મી બેસ પર હુમલો શુક્રવારે થયો. 10 હુમલાવરોએ તાબડતોબ ફાયરિંગ કર્યુ. પછી 2 હુમલાવરોએ ખુદને ઉડાવી લીધા. અફગાન કમાંડોઝની જવાબી કાર્યવાહીમાં 7 હુમલાવરો માર્યા ગયા જ્યારે કે એકને પકડવામાં આવ્યો. 
 
- અમેરિકી મિલિટ્રીના સ્પોક્સપર્સને જણાવ્યુ "તાલિબાની હુમલામાં 50થી વધુ અફગાની સૈનિકોનુ મોત થઈ ગયુ." 
- અફગાનિસ્તાનના એક ઓફિશિયલે જણાવ્યુ, "હુમલાવરોએ અફગાની આર્મીની યૂનિફોર્મ પહેરી રાખી હતી. તેથી તેમને ચેકપોસ્ટ પાસ કરવામાં કોઈ પરેશાની ન થઈ જેને કારણે તેઓ આર્મી કેમ્પ પાસે પહોંચી ગયા." 
 
મસ્જિદમાં નમાજ અદા કરી રહ્યા હતા સૈનિક 
 
- નાટોના રિસોલ્યૂટ સપોર્ટ ઓપરેશનના કમાંડર યૂએસ જનરલ જૉન નિકોલ્સને જણાવ્યુ કે "હુમલો એક મસ્જિદમા નમાજ અદા કરી રહેલ સૈનિકો પર કરવામાં આવ્યો. આ ઉપરાંત ભોજન કરે રહેલ અફગાન આર્મીની 209th કોર્પ્સને પણ ટારગેટ કરવામાં આવ્યુ." 
- અફગાન ડિફેસ મિનિસ્ટ્રીના સ્પોક્સપર્સન દાવલત વજીઈ કહ્યુ કે એક હુમલાવરને જીવતો પકડવામાં આવ્યો છે. 
 
અફઘાનિસ્તાન રક્ષા મંત્રાલયના પ્રવક્તા જનરલ દવલાત વજીરીએ કહ્યું કે, અફઘાન સેનાની વર્દીમાં હુમલાખોરો મઝાર-એ-શરીફમાં આવેલા સૈન્ય કેમ્પ પર હુમલો કર્યો હતો. ભારતના વડાપ્રધાન મોદીએ હુમલાની નિંદા કરી છે.