શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: બુધવાર, 19 જૂન 2019 (15:40 IST)

બીબીસી ઈંટરનેશનલ દર્શકોનો આંકડો 426 મિલિયન પર પહોંચ્યો

બીબીસીના પ્રસારણકર્તા યુકે બ્રૉડકાસ્ટરે કહ્યુ કે તેમની વર્લ્ડ સર્વિસ ઈગ્લિશ અને બીબીસી વર્લ્ડ ન્યુઝ ટીવી આઉટપુટ બંને જ ઓલટાઈમ રિકોર્ડ ઊંચાઈ પર પહોચી ગયો છે. 
 
આજે રજુ કરવામાં આવેલ આંકડા મુજબ દુનિયાભરમાં લોકો પહેલા કરતા વધુ બીબીસી જોઈ રહ્યા છે.  આ આંકડો આ અઠવાડિયે 426 મિલિયનની નવી ઊંચાઈ પર પહોંચી ગયો છે. મતલબ આ વર્ષે 50 મિલિયન  (લગભગ 13%) ની વૃદ્ધિ થઈ છે. 
 
ગ્લોબલ ઑડિયંસ મેજરમેંટ (GAM)ના મુજબ બીબીસી ન્યુઝ પાસે વિશ્વ સ્તર પર 394 મિલિયન દર્શક છે જેમા આ વર્ષે 47 મિલિયનની વૃદ્ધિ થઈ છે. બીબીસી વર્લ્ડ સર્વિસની અંગ્રેજી અને અન્ય 42 ભાષાઓમાં 41 મિલિયનની વૃદ્ધિ થઈ. 
 
અંગ્રેજીમાં બીબીસી વર્લ્ડ સર્વિસ અને બીબીસી વર્લ્ડ ન્યુઝ ટીવી ચેનલ બંને ક્રમશ 97 મિલિયન અને 101 મિલિયનના ઓલટાઈમ રેકોર્ડ ઓડિયંસના આંકડાને મેળવ્યા છે. 
 
બીબીસી વર્લ્ડ સર્વિસની 42 ભાષા સેવામાં બીબીસી ગ્લોબલ ન્યુઝમાં 259 મિલિયન સુધીની વૃદ્ધિ થઈ છે. બીબીસી વર્લ્ડ ન્યુઝ ચેનલ અને બીબીસી ડૉટ કૉમનુ સંચાલન કરનારી બીબીસી ન્યુઝની વ્યવસાયિક સહાયક કંપની બાકીમાંથી મોટાભાગને બનાવે છે અને ટીવી પર 6 મિલિયન અને ડિઝિટલના રૂપમાં 121 મિલિયન સુધીની વૃદ્ધિ જોવા મળી છે. જે એક વધુ ઉચ્ચ રેકોર્ડ છે. 
 
ટૂંકમાં બીબીસી ન્યુઝે આ વર્ષે ટીવી માટે 23 મિલિયન (214 મિલિયન), ઑડિયો માટે 12 મિલિયન (178 મિલિયન) અને ઓનલાઈન માટે 18 મિલિયન (95 મિલિયન)નો વધારો જોવા મળ્યો છે.