શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: શુક્રવાર, 19 ઑગસ્ટ 2016 (11:13 IST)

ફ્રાન્સે બુર્કિની પહેરવા પર પ્રતિબંધ મુક્યો

પેરિસ  છેલ્લા ઘણા વખતથી આતંકવાદનો માર વેઠી રહેલા ફ્રાન્સમાં ચહેરો ઢાંકી દેતા પરંપરાગત ઇસ્લામિક પહેરવેશની સામે કડક અભિગમ અપનાવાઇ રહ્યો છે. લેટેસ્ટમાં ફ્રાન્સે બુર્કિની પહેરવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. જેવી રીતે વિશ્વભરની સ્ત્રીઓ દરિયામાં નાહવા માટે બિકિની પહેરે છે એ જ રીતે ઇસ્લામિક સ્ત્રીઓ માટે શરીર ઢાંકી આપે એવી બુર્કિની શોધાઇ છે. આ બુર્કિની હાથ-પગ ઢાંકવા ઉપરાંત બુરખાની જેમ તેમનું માથું પણ ઢાંકી આપે છે. જોકે ફ્રાન્સ આ બુર્કિની સામે એટલું કડક છે કે હમણાં ફિલ્મ-ફેસ્ટિવલ માટે જાણીતા ફ્રાન્સના કાનમાં બુર્કિની પહેરીને આવેલી સ્ત્રીઓને બાકાયદા દંડ કરવામાં આવ્યો. 29 થી 57 વર્ષની ઉંમરની અને પોતાનાં બાળકોને લઇને આવેલી ચાર સ્ત્રીઓને 2700 રૂપિયાનો દંડ કરવામાં આવ્યો, જયારે બાકીની સ્ત્રીઓને ચેતવણી આપીને જવા દેવામાં આવી. જો કે ત્યાંના મેયરનું કહેવું છે કે બુર્કિની પર સ્વચ્છતાનાં કારણોસર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, પરંતુ આ નિર્ણય સાથે ત્યાંના મુસ્લિમ સમુદાયમાં ખાસ્સો રોષ ફેલાયો છે