શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: બીજિંગ. , સોમવાર, 3 જુલાઈ 2017 (15:18 IST)

Chinese Mediaએ આપી યુદ્ધની ચેતાવણી - ભારત નથી, તો ચીન પણ 1962વાળુ રહ્યુ નથી

સિક્કિમ સ્થિત ભારત-ચીન સીમા પર તનાવ સતત વધતો જઈ રહ્યો છે. વિવાદની શરૂઆત ત્યારે થઈ જ્યારે છ જોનના રોજ ચીન દ્વારા ભારતીય વિસ્તારમાં સ્થિત બે બંકરોને બુલડોઝરો દ્વારા નષ્ટ કર્યા પછી તનાવ વધી ગયો. 
 
ભારત પર ફરી ભડક્યુ ચીની મીડિયા 
 
તાજેતરમાં જ ચીન મીડિયાની તાજા રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે જો ભારત અને ચીન વચ્ચે વિવાદને યોગ્ય રીતે નિપટાવવામાં નહી આવે તો બંને દેશ વચ્ચે યુદ્ધ શક્ય છે. ચીન સરકાર દ્વારા નિયંત્રિત છાપુ ગ્લોબલ ટાઈમ્સમાં વિશેષજ્ઞોના હવાલાથી કહેવામાં આવ્યુ કે ચીન પોતાની સીમાની સંપ્રભુતા કાયમ રાખવા માટે કટિબદ્ધ છે અને આ માટે તે યુદ્ધ કરવા પણ જઈ શકે છે. 
 
ચીન પણ 1962 વાળુ નથી 
 
ઉલ્લેખનીય છે કે ચીને આ પહેલા પોતાના નિવેદનમાં કહેવામાં આવ્યુ હતુ કે ભારતે 1962નો યુદ્ધ સબક યાદ રાખવો જોઈએ.  આ નિવેદન પર પ્રક્રિયા આપતા ભારતીય રક્ષા મંત્રી અરુણ જેટલીએ કહ્યુ હતુ કે 2017નુ ભારત 1962ના ભારતથી જુધી છે. જેટલીના આ નિવેદન પર પ્રતિક્રિયા આપતા ચીની રક્ષા વિશેષજ્ઞ વાંગ દેહુઆએ ગ્લોબલ ટાઈમ્સને કહ્યુ કે ચીન પણ 1962 વાળુ ન અથી. વાંગ દેહુઆ શંઘાઈ મ્યુનિસિપલ સેંટરમાં પ્રોફેસર છે. વાંગે કહ્યુ, "ભારત 1962થી ચીનને સૌથી મોટો પ્રતિદ્વંદી સમજે છે.  કારણ કે બંને દેશો વચ્ચે ખૂબ સમાનતા છે." 
 
ગ્લોબલ ટાઈમ્સ મુજબ જો ભારત અને ચીન વચ્ચે તાજેતરનો વિવાદ યોગ્ય ઢંગથી ઉકેલાયો નહી તો યુદ્ધની સ્થિતિ ઉભી થઈ શકે છે. એવુ કહેતા પર્યવેક્ષકોએ દર્શાવ્યુ કે ચીન કોઈપણ હાલતમાં પોતાની સમ્પ્રભુતાની અને સીમાની રક્ષા કરશે. છાપાનુ કહેવુ છે કે 1962માં ચીને ભારત સાથે યુદ્ધ કર્યુ હતુ. કારણ કે તે ચીનની સીમામાં ઘુસી આવ્યુ હતુ.  જેના પરિણામ સ્વરૂપ ચીનના 722 અને ભારતના 4,383 સૈનિકો માર્યા ગયા હતા. 
 
ચીન અને ભારતે પોતાના મતભેદ વાતચીતથી ઉકેલવા જોઈએ
 
છાપામાં લખ્યુ છે કે ચીની રક્ષા વિશેષજ્ઞો મુજબ ચીન અને ભારતે પોતાના મતભેદ વાતચીતથી ઉકેલવા જોઈએ. ઝાઓ ગાંનવૈંગના હવાલાથી છાપાએ લખ્યુ છે.. સંઘર્ષ કે યુદ્ધને પ્રોત્સાહિત કરવાને બદલે બંને દેશોના વિકાસ પર ધ્યાન આપવુ જોઈએ. છાપા મુજબ શંઘાઈ ઈંસ્ટિટ્યૂટ ફોર ઈંટરનેશનલ સ્ટડીઝમાં સેન્ટર ફૉર એશિયા પૈસિફિક સ્ટડીઝના નિવેશક જાઓ ગાંચેંગે કહ્યુ બંને પક્ષોના સંઘર્ષ કે યુદ્ધને  બદલે વિકાસ પર ધ્યાન આપવુ જોઈએ. તેમણે કહ્યુ કે બંને વચ્ચે સંઘર્ષ અન્ય દેશોને ફાયદો ઉઠાવવાની તક આપી શકે છે.  જેવી કે અમેરિકાને.  વાંગે કહ્યુ, ભારતે ચીન પ્રત્યે પોતાનો દ્વૈષપૂર્ણ વ્યવ્હાર બદલવો જોઈએ.  કારણ કે સારા સંબંધો બંને માટે ફાયદાકારી છે.