શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Updated : શનિવાર, 5 નવેમ્બર 2016 (10:43 IST)

સાવધાન ! આ શાપિત પેટિંગને રાખશો ઘરમાં તો બધુ બળીને થશે ખાખ ..!!

વિશ્વમાં એવી ઘણી શાપિત વસ્તુ છે જેનાથી લોકો દૂર જ રહેવું પસંદ કરે છે. આવી જ એક પેંટીંગે લોકોને વિચારવા મજબૂર કરી દીધા છે. કારણકે પેંટીંગમાં માસૂમ દેખાતો આ છોકરાની પેટિંગ જેના ઘરમાં જોવા મળી  ઘરમાં દુખદ ઘટના બની. 
ઉલ્લેખનીય છે કે આ રડતા બાળકની પેંટીંગને 1985માં ઈટલીના મશહૂર આર્ટીસ્ટ જોયોવની બ્રાગોલિને  બનાવી હતી, પણ એ નહોતા જાણતા હતા કે તેઓ આ પેટિંગ શા માટે  બનાવી રહ્યા છે. આ પેંટીંગને જોઈને લોકો એને જોતા જ રહી ગયા. પેંટરે માત્ર આ એક જ પેંટીંગ નહોતી બનાવી પણ 1950થી જ  આ રીતની પેંટીંગની સીરીજ બનાવી રહ્યા હતા. 
 
લોકો પણ એમના પેંટીંગ્સની મોટી સંખ્યામાં પોતાના ઘરમાં સજાવી રહ્યા હતા. પણ પછી એ ઘરોમાં અકસ્માતના લાંબો સિલસિલા શરૂ થયો. દ સન છાપાની એક રિપોર્ટ મુજબ એક ફાયર ફાઈટરે આ  વાતનો ખુલાસો કર્યો કે જે પણ ઘરમાં આગ બુઝાવવા ગયા ત્યાં આ પેંટીંગ હતી.

"The crying boy" ની પેંટીંગ દરેક એ ઘરમાં મળી હતી જ્યાં આગ લાગી હતી. ઘરના બધો સામાન બળી ગયો હતો. પણ કોઈ પણ ઘરમાં એ પેંટીંગ ન બળી. સતત આ રીતની ઘટના થતી હોવાના કારણે આ પેંટીંગને શાપિત પેટિંગ તરીકે ઓળખાવીને લોકોએ પોતાના ઘરોમાં રાખવી બંધ કરી દીધી. સંયોગ જુઓ કે ત્યારબાદ જ આ રીતની ઘટનામાં ઘટાડો નોંખાયો.... !!