શનિવાર, 25 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: શનિવાર, 5 જૂન 2021 (14:45 IST)

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પનુ ફેસબુક એકાઉટ બે વર્ષ માટે સસ્પેંડ

ફેસબુકે જણાવ્યું હતું કે તે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ખાતાને બે વર્ષ માટે સસ્પેંડ કરી રહ્યું છે., તેની તપાસમાં જાણવા મળ્યું કે તેણે 6  જાન્યુઆરીએ કેપિટલ બિલ્ડિંગ પર થયેલા હુમલા પહેલા તેમણે હિંસા ભડકાવી હતી. ફેસબુકના ઉપાધ્યક્ષ(વૈશ્વિક મામલાના) નિક ક્લેગએ શુક્રવારે એક પોસ્ટમાં જણાવ્યું હતું કે આ સમય સમાપ્ત થયા પછી   તેનુ  મૂલ્યાંકન કરવા માટે નિષ્ણાંતોની જવાબદારી રહેશે કે જાહેર સલામતીના જોખમો ઓછા થયા છે કે નહીં.
 
ફેસબુકના સીઈઓ માર્ક ઝુકરબર્ગેની એ વિવાદિત નીતિને સમાપ્ત કરવાની યોજના બનાવી છે જેમાં નેતાઓ પોતે જ નફરતના ગુનાના નિયમોથી બચી જાય છે. કંપનીએ કહ્યું કે આ નીતિ ટ્રમ્પ પર ક્યારેય લાગુ નહોતી કરી. આ અગાઉ કેપિટલ રમખાણોના સમયે જાન્યુઆરી મહિનામાં પણ ડોનાલ્ડ ટ્ર્મ્પનુ ટ્વિટર, યૂટ્યુબ એકાઉંટ થોડા દિવસ માટે સસ્પેંડ કરવામા6 આવ્યુ હતુ. 
 
ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિ પદ પરથી પદ છોડ્યા પછી પણ ચર્ચામાં રહે છે. તાજેતરમાં જ તેમણે ચીન પર હુમલો કરતા કહ્યું હતું કે વિશ્વના લોકો હવે માનવા માંડ્યા છે કે મેં કોરોના વિશે જે કહ્યું હતું તે સાચું છે. ટ્રમ્પે ફરી એકવાર ચીનને વિશ્વભરમાં કોરોના ફેલાવવા માટે દોષી ઠેરવ્યુ હતુ અને ચીનને આ વાયરસને કારણે વિશ્વને થયેલા નુકસાનની ભરપાઇ કરવા જણાવ્યું હતું
 
રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું કે  'હવે દરેક વ્યક્તિ, તથાકથિત દુશ્મન પણ કહેવા લાગ્યા છે કે ચીની વાયરસના વુહાન લેબમાંથી ફેલવાની વાત પર રાષ્ટ્રપતિ ટ્ર્મ્પ સાચા હતા.  આ વાયરસથી થતાં વિનાશ માટે ચીને અમેરિકા અને વિશ્વને 10 ટ્રિલિયન ડોલર ચૂકવવા જોઈએ.