શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: શનિવાર, 24 સપ્ટેમ્બર 2016 (10:22 IST)

અમેરિકા - બર્લિગટનના મૉલમાં ગોળીબારી, ચારના મોત

પોલીસનુ કહેવુ છે કે બર્લિગટનના એક મૉલમાં થયેલ ગોળીબારમાં ચાર લોકોનું મોત થઈ ગયુ છે અને ઘણા લોકો ઘાયલ છે.  અધિકારીઓનુ કહેવુ છે કે તે હુમલાવરને શોધી રહ્યા છે. 
 
સમાચાર એજંસી એપીએ વોશિંગટન સ્ટેટ પેટ્રોલના ટ્વીટર સંદેશના હવાલાથી કહ્યુ કે શુક્રવારે સિયેટલ શહેરથી 65 કિલોમીટર દૂર મૉલમાં થયેલ શૂટઆઉટમાં બે લોકો ઘાયલ થઈ ગયા છે. 
 
બીબીસી સંવાદદાતા જેમ્સ કુકનુ કહેવુ છે કે પોલીસે સાંજે લગભગ આઠ વાગ્યે આ વાતની પુષ્ટિ કરી દીધી કે બંદૂકધારીના હુમલામાં ચાર લોકોના મોત થઈ ગયા છે. 
 
વીસ મિનિટ પછી પોલીસે કહ્યુ કે ચિકિત્સકોના દળ મૉલમાં ગયુ છે અને ઘાયલોની દેખરેખ કરવામાં આવી રહી છે.  એવુ કહેવાય રહ્યુ છે કે હુમલાવર લાતિની અમેરિકી મૂળના હતા અને તેમણે ગ્રે રંગના કપડા પહેરી રાખ્યા હતા.