શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: સૈન જોસ પિનુલા. , ગુરુવાર, 9 માર્ચ 2017 (15:36 IST)

બાળ સંરક્ષણ ગૃહમાં 21 છોકરીઓના મોત

ગ્વાટેમાલામાં બાળકોના એક બાળ સંરક્ષણ ગૃહમાં આગ લાગવાથી ઓછામાં ઓછી 21 છોકરીઓના દઝાઈ જવાથી મોત થઈ ગયા. જ્યારે કે 41 બાળકો ગંભીર રૂપે દઝાય ગયા. 
 
પોલીસ ચીફ નેરી રામોસે જણાવ્યુ કે દુર્ઘટના બુધવારે સવારે થઈ. અત્યાર સુધી યુવતીઓના શબ કાઢવામાં આવી ચુક્યા છે. ગ્વાટેમાલા સિટીથી 25 કિમી દૂર આવ બાળ સંરક્ષણ ગૃહ 18 વર્ષથી ઓછા વયના બાળકો અને યૂથ માટે છે. 
 
કેવી રીતે લાગી આગ ? 
 
વર્જેન ડી અસુન્શિયન નામના આ સરકારી બાળ સંરક્ષણ ગૃહમાં અરેંજમેટ્સને લઈને પહેલા પણ અનેકવાર ફરિયાદ આવી હતી. 400ની ક્ષમતાવાળા  આ બાળ સંરક્ષણ ગૃહમાં જરૂર કરતા વધુ બાળકો રહી રહ્યા હતા. ગ્વાટેમાલા વેલફેયર એજંસીના હેડ કાર્લોસ મુજબ મંગળવારે સંરક્ષણ ગૃહની બહાર કેટલાક બાળક્કોએ ખરાબ એરેંજમેટ્સને લઈને વિરોધ પ્રદર્શન કર્યુ હતુ. ત્યારબાદ બુધવારે સવારે કેટલાક બાળકોએ ગાદીઓમાં આગ લગાવી દીધી. જેનાથી આ ભયાનક દુર્ઘટના બની.