શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Updated : મંગળવાર, 30 જૂન 2015 (11:52 IST)

ગ્રીસ પર આર્થિક સંકટ - જાણો સિકંદરનું ગ્રીસ કેમ મુકદ્દરની બાજી હારી રહ્યુ છે ?

જે સિકંદરે દુનિયા જીતી, આજે એ જ ગ્રીસ બજારની બાજી હારતુ  દેખાય રહ્યુ છે. જો તે પોતાનુ કર્જ ન ચુકાવી શક્યુ તો તે 21મી સદીનો પ્રથમ ડિફૉલ્ટર દેશ બનશે. આર્થિક સંકટનો સામનો કરી રહેલ ગ્રીસ માટે આજે પરીક્ષાનો સમય છે. ગ્રીસ પર 11 લાખ કરોડ રૂપિયાથી વધુના કર્જનો પ્રથમ હપ્તો 12 હજાર કરોડ રૂપિયા ચુકવવાની ડેડલાઈન આજે ખતમ થઈ રહી છે. આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ (IMF) પોતાની આ ડેડલાઈનને ત્યા સુધી આગળ વધારવા તૈયાર નથી જ્યા સુધી ગ્રીસ તેની શરતો નથી માની લેતુ. આમ તો (IMF) સમય સીમા નથી વધારતુ. પણ શક્ય છે કે તે ગ્રીસને 5 જુલાઈ સુધીનો સમય આપે. 
 
યૂરો જોનની બેઠક પર ગ્રીસ અને દુનિયાની નજર 
 
વધતા સંકટ વચ્ચે દુનિયા ભરના શેયર બજારોની નજર 5 જુલાઈના રોજ થનારા જનમત સંગ્રહ પર ટકી છે. આ દિવસે ગ્રીસના નાગરિક આ વાત પર મતદાન કરશે કે તેમના દેશે શરતો માનવી જોઈએ કે નહી ? જો કે ગ્રીસ આર્થિક સુધારાઓની માંગને રદ્દ કરી દેવામં આવે તો 20 જુલાઈના રોજ થનારી જોનની બેઠકમાં ડિફૉલ્ટર જાહેર કરી યૂરોપિયન અને યૂરો જોનમાંથી બહાર કરી દેવામાં આવશે. 
 
બધી બેંક બંધ, એટીએમમાંથી લોકો એક દિવસમાં 60 યૂરોથી વધુ નથી કાઢી શકતા 
 
દેશના આર્થિક સંકટ સામે ઝઝૂમવાને કારણે પરિસ્થિતિ એ થઈ ગઈ છે કે ત્યા 6 જુલાઈ સુધી બધા બેંક બંધ કરી દેવામાં આવ્યા છે. અહી સુધી કે એટીએમમાંથી પણ એક દિવસમાં 60 યૂરો (લગભગ 4300 રૂપિયા)થી વધુ કાઢવા પર રોક લગાવવામાં આવી છે. તેથી એટીએમ પર લોકોની ભારે ભીડ લાગેલી છે.  લોકો મંજુરી વગર દેશ બહાર પૈસા નથી મોકલી શકતા અને સ્ટોક એક્સચેંજ પણ બંધ થઈ ગયુ છે. ઉલ્લેખનીય છે કે ગ્રીસ પર 11.14 લાખ કરોડ રૂપિયાનુ દેવુ છે. આ જીડીપીના 175 ટકા છે. 
 
ગ્રીસ સંકટનો સામનો કરવા માટે અત્યાર કોઈ ઠોસ યોજના નથી - ભારત સરકાર 
 
ગ્રીસ સંકટનો સામનો કરવા માટે ભારત સરકાર પાસે હાલ  કોઈ ઠોસ યોજના નથી. નાણાકીય સચિવ રાજીવ મહર્ષિએ કહ્યુ છે કે ગ્રીસના આર્થિક સંકટને કારણે ભારતમાંથી મૂડી નિકાસી જોર પકડી શકે છે અને સરકાર સ્થિતિનો સામનો કરવા માટે રિઝર્વ બેંક સાથે ચર્ચા-વિચારણા કરી રહી છે. તેમણે કહ્યુ કે યૂનાનની હાલત પર ભારત પર સીધી અસર નહી થાય. જો કે યૂરોપ દ્વારા મૂડી પ્રવાહ અને નિકાસી પર તેની અસર પડી શકે છે. 
 
મહર્ષિએ મીડિયાયાને કહ્યુ, યૂનાન સંકટ્ની ભારત પર કોઈ સીધી અસર નહી થાય. યૂરોપમાં વ્યાજ દર વધી શકે છે. યૂરોપમાં વ્યાજ દરમાં વધારાની સ્થિતિમાં ભારતમાંથી મૂડી નિકાસી જોર પકડી શકે છે. તેમણે કહ્યુ કે હાલત બદલાય રહ્યા છે. અત્યારે કોઈ ખાસ યોજના નથી. જેના પર અમલ કરવામાં આવે. આ સંકટથી યૂરો પર અસર પડવાને કારણે ભારત પર તેની અપ્રત્યક્ષ અસર પડી શકે છે. 
 
આમ તો ભારતનુ કર્જ જીડીપી સામે 86 ટકા છે. ભારતના કુલ નિકાસમાં ગ્રીસનો ભાગ 0.1%, જ્યારે કે આયાતમાં 0.03% છે. તેથી મુદ્રાને કારણે પ્રોબ્લેબ આવશે.  જો યૂરો વધુ પડ્યો તો યૂરો જોનનો નિકાસ પ્રભાવિત થશે.