રવિવાર, 5 જાન્યુઆરી 2025
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી આંતરરાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: બુધવાર, 25 સપ્ટેમ્બર 2024 (10:18 IST)

ઈઝરાયેલે દુશ્મન નંબર 2 હિઝબુલ્લા પર ગનપાઉડરનો વરસાદ કર્યો, લેબનોન ગાઝા પટ્ટી બની ગયું

Israel
Israel Attack Hezbollah લેબનોનમાં ઇઝરાયલે ઍર સ્ટ્રાઇક કરતા હિઝબુલ્લાહના મિસાઇલ અને રૉકેટ યુનિટના વડા ઇબ્રાહીમ કુબેસીનું મૃત્યુ થયું છે.
 
ઈઝરાયેલે તેના દુશ્મન હિઝબુલ્લાહ સામે તાજેતરના સમયમાં સૌથી ઘાતક હુમલો કર્યો છે. છેલ્લા 24 કલાકમાં ઈઝરાયેલની વાયુસેનાએ હિઝબુલ્લાહના 1600 ટાર્ગેટ પર બોમ્બમારો કર્યો છે
 
ઇઝરાયલી ડિફેન્સ ફોર્સિસ (આઈડીએફ)ના પ્રવક્તા ડેનિયલ હગારીએ જણાવ્યું, ''મંગળવાર બપોરે બૈરુત શહેરના દક્ષિણ વિસ્તારમાં બૉમ્બમારો કરવામાં આવ્યો હતો, જેમાં હિઝબુલ્લાહના કમાન્ડર ઇબ્રાહીમ કુબેસીનું મૃત્યુ થયું છે. કુબેસી સાથે અન્ય લોકોનાં પણ મોત થયાં છે.''
 
તેમણે વધુમાં જણાવ્યું કે કુબેસી હિઝબુલ્લાહની મિસાઇલો ઍક્ટિવેટ કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવતા હતા અને ઇઝરાયલ વિરુદ્ધ કેટલાક હુમલામાં તેઓ સામેલ પણ હતા.
 
ઇઝરાયલના દાવા બાદ હિઝબુલ્લાહે સોશિયલ મીડિયા ઍપ ટેલિગ્રામમાં જણાવ્યું કે, ''એક હુમલામાં તેમના કમાન્ડર ઇબ્રાહીમ કુબેસી શહીદ થયા છે.''
 
લેબનોનના આરોગ્ય આરોગ્ય મંત્રાલય અનુસાર ઇઝરાયલના ઍર સ્ટ્રાઇકમાં અત્યાર સુધી 558 લોકોનાં મૃત્યુ થયાં છે અને 1835થી વધુ લોકો ઘાયલ થયા છે.
 
લેબનોનના આરોગ્યમંત્રી ફિરાશ અબૈદે જણાવ્યું કે, ''મૃતકોમાં 50 બાળકો અને 94 મહિલાઓ પણ સામેલ છે. હાલમાં લેબનોનમાં જે થઈ રહ્યું છે તે નરસંહાર છે. જો તમે હૉસ્પિટલના ઇમરજન્સી રૂમમાં ઘાયલોને જોશે તો ખબર પડશે કે બધા નાગરિકો છે. તેઓ ઇઝરાયલ દાવા કરે છે તે પ્રમાણે લડવૈયા કે સૈનિકો નથી.''