મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: સોમવાર, 29 ઑક્ટોબર 2018 (09:20 IST)

ઉડાન ભરતા જ ક્રેશ થઈ ગઈ લાયન એયરની ફ્લાઈટ, 188 લોકો હતા સવાર

ઈંડોનેશિયાના જકાર્તામાં સોમવારે સવારે એક મોટી વિમાન દુર્ઘટના થઈ ગઈ. જકાર્તાના પંગકલ પિનાંગ માટે જઈ રહેલ લૉયન એયરની ફ્લાઈટ સુમાત્રાના નિકટ સમુદ્રમાં કેશ થઈ ગયુ. ઈંડોનેશિયાના અધિકારીઓએ ક્રેશ થયેલ ફ્લાઈટ માટે શોધ અને બચાવ માટે ઓપરેશન શરૂ કરી દીધુ છે. એવુ કહેવાય રહ્યુ છે કે પ્લેનમાં ક્રૂ મેંબર સહિત 188 લોકો સવાર હતા. 
 
સર્ચ ઓપરરેશનમાં જોડાયેલા અધિકારીઓના જણાવ્યા પ્રમાણે વિમાન જાવા સમુદ્રના કિનારે તુટેલી અવસ્થામાં નજરે પડે છે. વિમાનના ટુકડે ટુકડા થઈ ગયાં હોવાનું દેખાઈ આવ્યું છે.
 
આજે સવારે જકાર્તાથી પંગકા પિનાંગ માટે લાયન એર જેટીના 610 વિમાને ઉડાન ભરી હતી. ઉડાન ભર્યાના 13 મીનીટ બાદ જ વિમાન સંપર્કવિહોણું બનતા વિમાન ઓથોરિટીમાં અફરાતફરી મચી જવા પામી હતી. ફ્લાઇટ કઇ જગ્યા પર ક્રેશ થયું છે તે હજુ સુધી સ્પષ્ટ થઇ શક્યું નથી. એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે વિમાન સમુદ્રમાં ક્રેશ થયું છે.  સવારે 6.45 મિનિટ પર પોત વાહનવ્યવ્હાર સેવા અધિકારી સુયાદીને એક ટગબોટ એએસ જાયા દ્વિતીયથી એક રિપોર્ટ મળી કે તેમના ચાલકદળના સભ્યોએ એક વિમાનનો કાટમાળ જોયો છે. તેમને શંકા છે કે આ લૉયન એયરના વિમાનનો કાટમાળ હોઈ શકે છે.