શનિવાર, 23 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Updated : ગુરુવાર, 7 જાન્યુઆરી 2021 (10:00 IST)

LIVE: ટ્રંપ સમર્થકો-પોલીસ વચ્ચે હિંસક ઝડપ, ટ્રપને 20 જાન્યુઆરીથી હટાવવાના પક્ષમાં અનેક રિપબ્લિકન નેતા, વાંચો દરેક અપડેટ

અમેરિકામાં ભલે રાષ્ટ્રપતિ ચૂંટણી ખતમ થઈ ગઈ, પણ સત્તા હસ્તાંતરણને લઈને હજુ પણ ખેંચતાણ ચાલુ છે. ચૂટણી પરિણામ પર અમેરિકામાં એવી બબાલ મચી છે કે બુધવારે રાત્રે (ભારતીય સમયમુજબ) હિંસક પ્રદર્શન  શરૂ થયુ. ચૂંટણીના પરિણામોને પ્રમાણીત કરવા મળેલી બેઠક દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પની ભાષણ પછી યુએસમાં કેપિટોલ સંકુલની બહાર ટ્રમ્પ સમર્થકો અને પોલીસ વચ્ચે હિંસક અથડામણ થઈ હતી, જે બાદ કેમ્પસને તાળું મારવામાં આવ્યું હતું (પ્રવેશ અને નિકાસ બંધ) કહેવામાં આવી રહ્યું છે કે આ અથડામણ દરમિયાન એક મહિલાને પણ ગોળી વાગી હતી, જેના કારણે તેનું મોત નીપજ્યું હતું. બીજી બાજુ જો બાઈડેને કૈપિટોલ બિલ્ડિંગ પર થયેલ હંગામાને રાજદ્રોહ તરીકે ગણાવ્યુ. 

- સીએનએનના અહેવાલ મુજબ રાષ્ટ્રિય સુરક્ષા સલાહકાર રોબર્ટ ઓબ્રિયન સહિત રાષ્ટ્રપતિ ટ્રમ્પના ઘણા ટોચના સહાયકો આજની ઘટનાને પગલે રાજીનામું આપવાનું વિચારી રહ્યા છે.
- -પીએમ મોદીએ અમેરિકન હિંસા પર કહ્યું- ગેરકાયદે વિરોધ સાથે લોકશાહી પ્રક્રિયાને અસર કરી શકાતી નથી
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને લખ્યું છે કે, 'વોશિંગ્ટન ડીસીમાં હિંસા અને રમખાણોના સમાચારોને ઠેસ પહોંચી છે. સત્તાને યોગ્ય રીતે અને શાંતિપૂર્ણ રીતે સ્થાનાંતરિત કરવી જરૂરી છે. આવા પ્રદર્શન દ્વારા લોકશાહી પ્રક્રિયાને નુકસાન પહોંચાડી શકાતું નથી
 
US Capitol Violence LIVE updates:
 
- સીએનએનના અહેવાલ મુજબ રાષ્ટ્રિય સુરક્ષા સલાહકાર રોબર્ટ ઓબ્રિયન સહિત રાષ્ટ્રપતિ ટ્રમ્પના ઘણા ટોચના સહાયકો આજની ઘટનાને પગલે રાજીનામું આપવાનું વિચારી રહ્યા છે.
-અમેરિકા: યૂએસની કૈપિટોલમાં હિંસક વિરોધ પ્રદર્શનના પગલે અમેરિકાની ફર્સ્ટ લેડી મેલાનીયા ટ્રમ્પની ચીફ સ્ટાફ સ્ટેફની ગ્રીશમે રાજીનામું આપ્યું હતું.
 
- હિંસા પછી ફરી એકવાર જીતને પ્રમાણિત કરવા માટે સંસદનુ સંયુક્ત સત્ર શરૂ કરાયુ.