શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: બુધવાર, 30 મે 2018 (13:14 IST)

10 અઠવાડિયામાં ખાલી થઈ જશે પાકિસ્તાનનો ખજાનો

પાકિસ્તાનની અર્થવ્યવસ્થા છેલ્લા કેટલાક મહિનાઓથી ભારે સંકટમાં વીતતી દેખાય રહી છે. પણ ત્યાની રાજનીતિમાં સેના બનામ સરકારની લડાઈ રોકાવવાનુ નામ નથી લઈ રહી. 
 
પાકિસ્તાની મુદ્રા આંતરરાષ્ટ્રીય બજારમાં પોતાનુ મૂલ્ય સતત ગુમાવી રહી છે.  એક અમેરિકી ડોલરની તુલનામાં પાકિસ્તાની રૂપિયાની કિમંત 120 રૂપિયા સુધી જતી રહી છે. આ સાથે જ પાકિસ્તાન વિદેશી મુદ્રા ભંડારમાં સતત થઈ રહેલ કમીનો સામનો કરી રહ્યુ છે. 
 
પાકિસ્તાન પાસે હવે 10.3 અરબ ડૉલરનુ જ વિદેશી મુદ્રા ભંડાર છે જે ગયા વર્ષે મે માં 16.4 અરબ ડોલર હતો. 
 
પાકિસ્તાનનુ મુખ્ય છાપુ ડૉન નું કહેવુ છે કે પાકિસ્તાન ચુકવણીના સંકટમાંથી બહાર નીકળવા માટે એકવાર ફરી ચીનની શરણમાં જઈ રહ્યુ છે અને એકથી બે અરબ ડોલરનુ કર્જ લઈ શકે છે. 
 
પાકિસ્તાનમાં જુલાઈ મહિનામાં લોકસભા ચૂંટણી થવાની છે અને ચૂંટણી પછી પાકિસ્તાન આઈએમએફની શરણમાં પણ જઈ શકે છે.  આ પહેલા 2013માં પાકિસ્તાને આઈએમએફનો દરવાજો ખખડાવ્યો હતો. 
 
10 અઠવાડિયા સુધીની જ આયાત માટે વિદેશી મુદ્રા 
 
ફાઈનેંશિયલ ટાઈમ્સનુ કહેવુ છે કે પાકિસ્તાન પાસે જેટલી વિદેશી મુદ્રા છે તે 10 અઠવાડિયાના આયાત જેટલી જ છે. ફાઈનેશિયલ ટાઈમ્સની રિપોર્ટ મુજબ વિદેશોમાં નોકરી કરી રહેલ પાકિસ્તાની દેશમાં જે પૈસા મોકલે છે તેમા ઘટાડો થયો છે. 
 
આ સાથે જ પાકિસ્તાનની આયાત વધી છે અને ચાઈના પાકિસ્તાન ઈકોનોમિક કૉરિડોરમાં લાગેલી કંપનીઓને મોકી ચુકવણી કરવામાં આવી રહી હોવાથી વિદેશી મુદ્રા ભંડાર ખાલી થઈ રહ્યો છે.  ચાઈના પાકિસ્તાન કૉરિડોર 60 અરબ ડૉલરની મહત્વાકાંક્ષી પરિયોજના છે. 
 
વિશ્વ બેંકે ઓક્ટોબર મહિનામાં પાકિસ્તાનને ચેતાવણી આપી હતી કે તેને કર્જ ચુકવણી અને કરેંટ અકાઉંટ ખોટને ઘટાડવા માટે આ વર્ષે 17 અરબ ડોલરની જરૂર પડશે. 
 
પાકિસ્તાનનુ તર્ક હતુ કે વિદેશોમાં વસેલા શ્રીમંત પાકિસ્તાનીઓને જો સારા લાભની લાલચ આપવામાં આવે તો તે પોતાના દેશની મદદ કરી શકે છે. 
 
પાકિસ્તાનના કેન્દ્રીય બેંક એક અધિકારીએ ફાઈનૈશલ ટાઈમ્સને કહ્યુ હતુ કે જો પ્રવાસી પાકિસ્તાનીઓને સારા લાભની ઓફર આપવામાં આવે તો  તેઓ દેશમાં પૈસો મોકલશે. એ અધિકારીએ કહ્યુ હતુ કે પ્રવાસીઓ પાસેથી પાકિસ્તાનને એક અરબ ડોલરની જરૂર છે. 
ચીનનુ પાકિસ્તાન પર કર્જ સતત વધી રહ્યુ છે. સમાચાર એજંસી રૉયટર્સ મુજબ જૂનમાં ખતમ થઈ રહેલ આ નાણાકીય વર્ષ સુધી પાકિસ્તાન ચીન પાસેથી પાંચ અરબ ડૉલરનુ કર્જ લઈ ચુક્યુ છે. 
 
અમેરિકાની કમાન ડોનલ્ડ ટ્રંપના હાથમાં આવ્યા પછીથી પાકિસ્તાનને મળનારી આર્થિક મદદ ઘટી છે.  તાજેતરમાં અમેરિકી વિદેશ મંત્રી માઈક પૉમ્પિયોએ કહ્યુ છે કે પાકિસ્તાન સાથે અમેરિકાના સંબંધો પાટા પરથી એકદમ ઉતરી ગયા છે.  તેમણે કહ્યુ કે આવતા વર્ષે પાકિસ્તાનને મળનારી આર્થિક મદદમાં વધુ કપાત થશે. 
 
પાકિસ્તાન અને અમેરિકાના ખરાબ થયેલા સંબંધોને કારણે ચીનનુ મહત્વ વધી ગયુ છે. મતલબ પાકિસ્તાની નિર્ભરતા ચીન પર સતત વધી રહી છે. 
 
આઈએમએફ મુજબ પાકિસ્તાન પર કર્જનો બોઝ સતત વધી રહ્યો છે. 2009થી 2018 દરમિયાન પાકિસ્તાન પર વિદેશી કર્જ 50 ટકા વધ્યો છે. 2013માં પાકિસ્તાનને આઈએમએફે 6.7 અરબ ડૉલરનુ પેકેજ આપ્યુ હતુ. 
ચીન પાસેથી કર્જ લઈને તેની પાસેથી જ સામાનની ખરીદી 
 
પાકિસ્તાનમાં ચીન માટે તેની સીપીઈસી પરિયોજના ખૂબ મહત્વની છે. ચીન નથી ઈચ્છતુ કે પાકિસ્તાનમાં કોઈ એવુ આર્થિક દુષ્ચક્રમાં ફસાંય જેનાથી તેની પરિયોજનાને ધક્કો લાગે. 
 
આ મહિનાની શરૂઆતમાં પાકિસ્તાનની આર્થિક વૃદ્ધિ દરના અનુમાનને ઘટાડ્યુ હતુ. આઈએમએફે કહ્યુ છે કે આગામી નાણાકીય વર્ષમાં પાકિસ્તાનનો વૃદ્ધિ દર 4.7 ટકા રહેશે.  જ્યારે કે પાકિસ્તાન 6 ટકાથી વધુ માનીને ચાલી રહ્યુ છે. 
 
પાકિસ્તાનના આર્થિક વિશ્લેષકોનુ માનવુ છે કે તે ફક્ત ચીનની મદદથી આર્થિક સંકટથી જ નથી ઉભરી શકતુ. પાકિસ્તાન આ સંકટથી ઉભરવા માટે સઉદી અરબ તરફ પણ મીટ માંડીને બેસ્યુ છે. 
 
બીજી બાજુ કાચા તેલની વધતી કિમંતથી પાક્સિતાનની આર્થવ્યવસ્થાને વધુ ભાર પડી રહ્યો છે. 
 
અપ્રત્યક્ષ વેપાર ખોટ 
 
બીજી  બાજુ કાચા તેલની વધતી કિમંતથી પાકિસ્તાનની અર્થવ્યવસ્થા પર વધુ ભાર પડી રહ્યો છે.  
 
પાક્સિતાનનો વેપાર ખોટ પણ સતત વધી રહી છે. મતલબ આયાત વધી રહી છે અને નિકસ સતત ઓછી થઈ રહી છે. ગયા વર્ષે પાકિસ્તાનની વેપાર ખોટ 33 અરબ ડૉલરની રહી હતી. 
 
આ ખોટ પાકિસ્તાન માટે અપ્રત્યક્ષ હતી. વેપાર ખોટ વધવાનો મતલબ એ છે કે પાકિસ્તાની ઉત્પાદોની માંગ દુનિયામાં સતત ગબડી રહી છે કે બીજા વિદેશી ઉત્પાદો સમક્ષ ટકી નથી શકતી. અહી સુધી કે પાકિસ્તાનમાં પણ પાકિસ્તાની ઈંડસ્ટ્રીઝ પોતાના ગ્રાહકો સામે ગબડતી જોવા મળી રહી છે.