શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: પેરિસ. , મંગળવાર, 1 ડિસેમ્બર 2015 (10:45 IST)

પેરિસમાં મોદી અને શરીફની વાતચીત, પાકિસ્તાને આને સારી મુલાકાત ગણાવી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને તેમના પાકિસ્તાની સમકક્ષ નવાજ શરીફે સંયુક્ત રાષ્ટ્ર જળવાયુ સંમેલનથી અલગ સોમવારે અહી મુલાકાત કરી. ભારતે આ મુલાકાતને એક સંક્ષિપ્ત શિષ્ટાચાર ભેટ જ્યારે કે પાકિસ્તાને આને એક સારી મુલાકાત બતાવી છે. 
 
મોદી અને શરીફની એક નાની મુલાકાત થઈ. જે દરમિયાન તેમણે ઉમળકાથી હાથ મેળવ્યો અને ત્યારબાદ વાતચીત માટે બેસ્યા. વિદેશ મંત્રાલયના પ્રવક્તા વિકાસ સ્વરૂપે આ આકસ્મિક ભેટને રજુ કરતા કહ્યુ કે આ લીડર્સ લાંજમાં અચાનક થયેલ શિષ્ટાચાર મુલાકાત હતી. પ્રધાનમંત્રી અનેક રાષ્ટ્રાધ્યક્ષો અને શાસનાધ્યક્ષોને મળ્યા. શરીફે મોદી સાથે પોતાની મુલાકાત પછી પાકિસ્તાની મીડિયાને કહ્યુ કે વાતચીત સારી રહી. સારા વાતાવરણમાં થઈ. તેમણે કહ્યુ કે ભારતીય પ્રધાનમંત્રી સામે મારી સારી વાતચીત થઈ અને સારી રીતે થઈ. અહી સુધી કે તેમણે એ પણ જણાવ્યુ કે આપણે આપણા મુદ્દાઓને આગળ વધારવા જોઈએ અને અમને આ માટે સકારાત્મક આશા છે. તેમણે કહ્યુ કે ભારત સાથે પાકિસ્તાન સારા સંબંધો બનાવવા માંગે છે. 
 
જિયો ટીવીએ શરીફના હવાલાથી જણાવ્યુ કે અમે પાકિસ્તાનના ગૌરવ અને સન્માન સાથે કોઈપણ પ્રકારની સમજૂતી કર્યા વગર શાંતિ ઈચ્છીએ છીએ. તેમણે ભારત સાથે વાર્તા ચાલુ કરવા માટેનુ પણ સમર્થન કર્યુ.  શરીફે કહ્યુ કે જો બંને દેશ શરતો પર રાજી છે તો વાર્તા અને ચર્ચા આગળ વધી શકે છે.  સ્વરૂએપ આ પહેલા બંને નેતાઓની હાથ મિલાવતી એક તસ્વીર ટ્વીટ કરી અને લખ્યુ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પેરિસમાં સીઓપી 21માં પ્રધાનમંત્રી નવાઝ શરીફને મળ્યા.  આ જુલાઈની મુલાકાત પછી બંને નેતાઓની પ્રથમ મુલાકાત છે.  જુલાઈમાં રુસના ઉફામાં બંને નેતાઓ વચ્ચે ભેટવાર્તા થઈ હતી અને તેમની વચ્ચે આ વાત પર સહમતિ બની હતી કે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર પરસ્પર ભેટવાર્તા કરશે.  પણ બંને દેશો વચ્ચે આરોપ-પ્રત્યારોપ વચ્ચે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારોની બેઠક ન થઈ શકી. 
 
સૂત્રોએ મોદીની જાપાની પ્રધાનમંત્રી શિંજો આબે સાથે પોતાની દ્વિપક્ષીય ભેટને તેમની અને શરીફની વાતચીતથી જુદી રાખીને જોવાની કોશિશ કરી. મોદી અને આબે વચ્ચે ભેટ પછી સ્વરૂપે ટ્વીટ કર્યુ, ભલે ક્વાલાલંપુર હોય કે પેરિસ, ટોકિયો હોય કે ન્યૂયોર્ક સારા મિત્ર પ્રધાનમંત્રી આબે શિંજો માટે હંમેશા સમય છે.