અમેરિકાના ફ્લોરિડા એરપોર્ટ પર અંધાધુંધ ગોળીબાર, 5ના મોત

શનિવાર, 7 જાન્યુઆરી 2017 (11:46 IST)

Widgets Magazine

અમેરિકાના ફલોરીડામાં લોડરડેલ એરપોર્ટના ટર્મિનલ 2 પર એક હુમલાખોરે કરતા પાંચ લોકોના મોત થયા છે અને 8 થી વધુ લોકોને ઇજા થઇ છે. પોલીસે હુમલાખોરને પકડી લીધો છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ હુમલાવરની ઓળખ એસ્ટબેન સેંટિયાગો(26) ના રૂપમાં થઈ છે. આરોપીની ઉંમર 26 વર્ષની છે. આ ઘટના ગઇકાલે મોડીરાત્રે ભારતીય સમય અનુસાર રાત્રે 11-30 કલાકે એરપોર્ટના ટર્મીનલ-રના બેગેજકલેમ એરીયામાં બની હતી.  ફાયરિંગનો સામાન તેના લગેજમાં જ હતો. આ ઉપરાંત તેની પાસે મિલિટ્રીનું આઈડી કાર્ડ પણ હતુ.  એસ્ટબેનને મેંટલી ડિસ્ટર્બ પણ બતાવાય રહ્યો છે. તે નેશનલ ગાર્ડ રહી ચુક્યો છે. 
 
જે સમયે ઘટના બની તે સમયે અમેરિકી રાષ્ટ્રપતિના પુર્વ પ્રેસ સેક્રેટરી એરી ફલીસર એરપોર્ટ પર હાજર હતા. તેમણે ઘટના અંગે ટવીટ્ કરી માહિતી આપી હતી કે ઘટના બાદ ભારે ભાગદોડ મચી હતી. ફાયરીંગ બાદ પોલીસે સમગ્ર એરપોર્ટ સીલ કરી દીધુ હતુ અને કોઇને બહાર જવા દેવાયા ન હતા.   મળતા અહેવાલો મુજબ ઘટના બાદ અનેક ઘાયલ જમીન ઉપર પડેલા દેખાયા હતા અને લોકો મદદ માટે પોકાર કરતા હતા. આ ઘટના બાદ તરત જ એરપોર્ટ પર કામકાજ બંધ કરી દેવાયુ હતુ અને ફલાઇટો અટકાવી દેવાઇ હતી. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

સંગીત થેરાપી, વાંસળીના સૂરથી ઓછું દૂધ આપતી ગાય વધૂ દૂધ આપવા માંડી

સંગીત એ દરેક જીવનું મન પ્રફુલ્લિત કરે છે. ઘણીવાર જે મોટા મોટા તબીબો ન કરી તે જાદુ સંગીત ...

news

ગાંધીનગર રેલવે સ્ટેશન ઉપર જ મોડર્ન ફાઇવસ્ટાર હોટલ બનશે, આકાર બિલિપત્ર જેવો રહેશે

ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં સેન્ટ્રલ વિસ્ટા, મહાત્મા મંદિર અને સોલ્ટ પાન જેવા મહત્વના ...

news

અમદાવાદમાં ઉત્સવો, ફ્લાવર શોની સાથે કાઈટ ફેસ્ટિવલની પણ મજા(જુઓ ફોટા)

અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ફ્લાવર શૉ નો શુભારંભ કરાવ્યો હતો. અહીં 1 લાખ ચો.મીટર ...

news

૫૦ હજાર કિલો લોટ,૬૦ હજાર કિલો બટેટા: ખોડલધામમાં ૧ કલાકમાં જમી શકશે સવા બે લાખ લોકો

આગામી તારીખ ૧૭ થી ૨૦ રાજકોટના કાગવડ ખાતે લેઉવા પટેલ સમાજના ખોડલ માતાજીના મંદિરના ...

Widgets Magazine