1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: રવિવાર, 30 ઑગસ્ટ 2020 (18:32 IST)

Zoom Meeting દરમિયાન સેક્રેટરી સાથે શારીરિક સંબંધ બનાવતા પકડાયો અધિકારી, નોકરીમાંથી કર્યો બહાર

એક સરકારી અધિકારીને ઓનલાઈન ZOOM મીટિંગ દરમિયાન પોતાની સેક્રેટરી સાથે શારીરિક સંબંધ બાંધતા રંગે હાથ પકડાયો. નવાઈની વાત તો એ છે કે આ મામલો ફિલિપીંસનો છે. ડેલીમેલની રિપોર્ટ મુજબ ફાતિમા ડોસ વિલેજ કાઉંસિલએ જૂમ પર રેગુલર ઓનલાઈન બિઝનેસ મીટિંગ આયોજીત કરી હતી.  આ મીટિંગમાં તેમના બોસ પણ હતા. 
 
મીટિંગમાં સામેલ કાઉંસિલ મેંબર્સ એ સમયે નવાઈ પામ્યા જયારે તેમણે એ સરકારી અધિકારીએ જોયુ કે તે રૂમની બીજી બાજુ જતો રહ્યો અને એક મહિલા સાથે શારીરિક સંબંધ બનાવવા લાગ્યો. પછી જાણ થઈ કે તે મહિલા તેની સેક્રેટરી હતી. એ વ્યક્તિનુ નામ જીસસ એસ્ટિલ છે. 
 
રિપોર્ટ મુજબ તેણે મીટિંગ છોડીને જતા પહેલા કેમરા ઑફ કરવાનો પ્રયત્ન પણ કર્યો પણ તેને લાગ્યુ કે કેમરા ઓફ થઈ ગયો છે અને ત્યાથી જતો રહ્યો. જયારે કે કેમેરા ઓન જ હતો. તેને કેમરા સામે પોતાની કલીગ્સ સાથે શારીરિક રિલેશન બનાવતા પકડી લીધો.