વાયરલ Video: આકાશમાંથી તળાવમાં પડી હજારો માછલીઓ, જાણો કેવી રીતે

sky fish
Last Modified બુધવાર, 5 સપ્ટેમ્બર 2018 (14:45 IST)
અમેરિકાના ઉટાહમાં તાજેતરમાં જ એક ગઝબનો નજારો જોવા મળ્યો. અહી આકાશમાં હજારો માછળીઓ દેખાય રહી હતી. આ ઘટનાનો વીડિયો Utah Division of Wildlife Resources એ પોતાના ફેસબુક પેજ પર શેયર કર્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે એક પ્લેનમાંથી હજારો માછલીઓ ઉટાહ ઝીલમાં પડી રહી છે. આ વીડિયો ઈંટરનેટ પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે ઊંચાઈ પર સ્થિત ઉટાહના આ તળાવમાં માછલીઓ નથી. તેથી અહી માછલીઓનો સ્ટોક કરવામાં આવી રહ્યો છે.


Utah Division of Wildlife Resource એ પોતાના ટ્વીટમાં બતાવ્યુ છે આ માછલી ખૂબ નાની હોય છે તેમની લંબાઈ 1 થી 3 ઈંચ હોય છે. 95 ટકા માછલીઓને સહેલાઈથી આ રીતે પાડવામાં આવે છે. આટલી વધુ ઊંચાઈ પરથી પડવા પર પણ તેમને કોઈ નુકશાન થતુ નથી.

પ્લેન દ્વારા માછલીઓ અહી એ માટે પાડવામાં આવે છે કારણ કે તળાવને રિમોટ એરિયામાં હોવાને કારણે અહી રોડ દ્વારા પહોંચવાનો કોઈ માર્ગ નથી.


આ પણ વાંચો :