ગુરુવાર, 18 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: નવી દિલ્લી , શનિવાર, 28 એપ્રિલ 2018 (11:24 IST)

LIVE: મોદી અને જિનપિંગની મુલાકાત અંગે વિદેશ મંત્રાલયે કહ્યુ - બંને દેશ સીમા પર શાંતિ ઈચ્છે છે

પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી બે દિવસીય પ્રવાસ પર ચીન પહોંચ્યા છે. પીએમ મોદીના પ્રવાસનો આજે બીજો દિવસ છે. આજે બંને નેતાઓએ શહેરમાં ઈસ્ટ લેક પાસે નૌકા વિહાર દરમિયાન વાતચીત કરી. પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીના ચીન પ્રવાસનો આજે બીજો અને અંતિમ દિવસ છે. ઉલ્લેખનીય છે કે ચીન સાથે સંબંધોનો નવો અધ્યાય લખવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ સમયે વૃહાન શહેરમાં છે. આજે પીએમ મોદી અને ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ ફરીથી ત્રણ જુદા જુદા ગાળા દરમિયાન મુલાકાત કરશે. આ અગાઉ ગઈકાલે મોદી અને જિનપિંગ વચ્ચે મુલાકાત થઈ હતી. 
LIVE...
 
10:08 AM- આંતરરાષ્ટ્રીય મહત્વના દ્વિપક્ષીય સંબંધો પર કોઈ સમજૂતી નથી થઈ. બસ ચર્ચા થઈ- MEA.
10:07 AM- આતંકવાદના બંને નેતાઓએ આલોચના કરી છે. - MEA.
 
10:06 AM- બંને દેશ પીપલ-ટૂ-પીલ સંબંધોને મજબૂત બનાવવાની કોશિશ કરશે - MEA.
 
10:05 AM- ભારત અને ચીન વચ્ચે વેપાર સંતુલનને લઈને પણ વાતચીત થઈ. - MEA.
 
10:04 AM- બંને દેશો વચ્ચે સીમાવર્તી વિસ્તારોમાં શાંતિ બનાવી રાખવાને લઈને પણ વાતચીત થઈ. - MEA.
 
09:58 AM- બંને નેતાઓ વચ્ચે વેપાર, પર્યટન, સંસ્કૃતિ, ગ્લોબલ વોર્મિંગ, દ્વિપક્ષીય સંબંધો, રણનીતિક અને દીર્ઘકાલિક ભાગીદારીને લઈને ચર્ચા થઈ. - MEA.
 
09:55 AM- ભારતીય વિદેશ સચિવે જણાવ્યુ કે બંને દેશના નેતાઓ વચ્ચે ચાર ગાળાની વાતચીત થઈ. 
 
09:50 AM- ભારતીય વિદેશ સચિવે કહ્યુ કે બંને દેશના નેતાઓની વાતચીતથી તેમના સંબંધોમાં મજબૂતી આવશે. 
આ અગાઉ શુક્રવારના રોજ બંને નેતાઓએ વુહાન સિટીમાં ઇસ્ટ લેક ગેસ્ટહાઉસમાં મુલાકાત કરી. આ મીટિંગ દરમ્યાન પીએમ મોદીએ સિંધુ સભ્યતા અને ચીની સભ્યતાની તુલના કરતાં કહ્યું કે આ બંને નદીઓના કિનારે વસેલ હતી. એટલું જ નહીં બંને નેતાઓએ હુબેઇના પ્રાંતીય મ્યુઝિયમની મુલાકાત કરી અને એક્ઝિબિશન જોયું. પીએમ મોદીની આ બે દિવસની યાત્રા સંપૂર્ણપણે અનૌપચારિક છે. આ દરમ્યાન બંને દેશોની વચ્ચે કોઇ કરાર થશે નહીં અને ન તો કોઇ સયુકત પ્રેસ કોન્ફરન્સ કરાશે.
 
સૂત્રોના મતે 9 અને 10 જૂનના રોજ ચીનમાં જ આયોજીત થનાર શાંઘાઈ કોર્પોરેશન ઓર્ગેનાઇઝેશનમાં પણ પીએમ મોદી સામેલ થઇ શકે છે. શુક્રવારના રોજ જિનપિંગની સાથે મીટિંગમાં પીએમ મોદીએ વુહાનમાં થ્રી જ્યોર્જ ડેમમાં થયેલ કામના વખાણ કરતાં કહ્યું કે એ વિચારવાની વાત છે કે કેટલી સ્પીડ અને કેટલા મોટાપાયા પર તૈયાર કરાયો છે.