શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Updated : બુધવાર, 1 માર્ચ 2017 (09:42 IST)

રામજસ કૉલેજ વિવાદ- ગુરમેહર માત્ર શહીદની દીકરી નહી પણ સ્વતંત્ર વિચાર ધરાવતી યુવતી પણ છે

રામજસ કોલેજ વિવાદ મામલે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ(ABVP) પર સોશિયલ મીડિયામાં ટિપ્પણી કર્યા બાદ ચર્ચામાં આવેલી કારગીલ શહીદની પુત્રી ગુરમેહર કૌરના સમર્થન પર દિલ્હી યુનિવર્સિટીના પ્રોફેસરો અને વિદ્યાર્થીઓ આજે એક પ્રોટેસ્ટ માર્ચ કાઢવાના છે. જો કે ગુરમેહર કૌરે આ અભિયાનથી પોતાને અલગ રાખવાનો નિર્ણય લઈ લીધો છે.
ગુરમેહર કૌર દિલ્હીની લેડી શ્રી રામ કોલેજની વિદ્યાર્થિની છે અને કારગીલ યુદ્ધમાં શહીદ થયેલા કેપ્ટન મનદીપ સિંહની પુત્રી છે. ગુરમેહરે કરેલા એક ટ્વીટને કારણે મોટો વિવાદ થયો છે. એણે લખ્યું હતું કે, મારાં પિતાને પાકિસ્તાને નહોતા મારી નાખ્યા, પણ યુદ્ધે મારી નાખ્યા હતા. ગુરમેહરે ટ્વીટ કરીને કહ્યું હતું કે, હું પ્રચારમાંથી હટી જાઉં છું. દરેકને અભિનંદન. હું વિનંતી કરું છું કે મને એકલી જ રહેવા દો.ગુરમેહરે જોકે વિદ્યાર્થીઓને અપીલ કરી હતી કે તેઓ દિલ્હી યૂનિવર્સિટી કેમ્પસમાં નિર્ધારિત વિરોધ કૂચમાં જરૂર સામેલ થાય.