શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: શનિવાર, 27 એપ્રિલ 2019 (10:33 IST)

સીરિયલ બ્લાસ્ટ : શ્રીલંકામાં થઈ મુઠભેડમાં ISના 15 શંકસ્પદ ઠાર, મરનારાઓમાં છ બાળકો

શ્રીલંકાના સુરક્ષા બળોએ દેશના પૂર્વી ભાગમાં ઈલ્સામિક સ્ટેટ સાથે જોડાયેલ આતંકવાદીઓના ઠેકાણા પર છાપા માર્યા અને મુઠભેડમાં 15 આતંકવાદીઓને ઠાર કર્યા છે. પીટીઆઈ મુજબ શ્રીલંકા પોલીસે છાપામારીમાં માર્યા ગયેલા 15 શંકાસ્પદમાં છ બાળકો સામેલ છે. બીજી બાજુ અમેરિકાના વિદેશ મંત્રાલયે શ્રીલંકામાં તાજેતરમાં જ થયેલ ભીષણ આતંકવાદી હુમલા પછી શ્રીલંકા માટે યાત્રા  ચેતાવણીનાસ્તરને વધારી દીધુ છે અને પોતાના નાગરિકો સાથે દ્વિપીય રાષ્ટ્રની યાત્રા પર પુર્નવિચાર કરવાની અપીલ કરી છે. 
 
સેનાના પ્રવકતા સુમિત અટ્ટપટ્ટુએ શનિવારે જણાવ્યુ કે સુરક્ષાબળોએ જ્યારે કલમુનઈ શહેરમાં બંદૂકધારીઓના ઠેકાણા પર ઘુસવાની કોશિશ કરી તો તેમને ગોળીઓ ચલાવવી શરૂ કરી દીધી. તેમણે કહ્યુ, "જવાબી કાર્યવાહીમાં 15 શંકાસ્પદ માર્યા ગયા. તેમણે જણાવ્યુ કે મુઠભેડની ચપેટમાં આવેલ એક નાગરિકનુ પણ મોત થઈ ગય્" 
 
 
350થી વધુ લોકોના મોતવાળી આ દર્દનાક ઘટના પર શ્રીલંકાના વડાપ્રધન રાનિલ વિક્રમસિંઘ કહ્યું કે આઇએસઆઇએસ સાથે જોડાયેલા સ્થાનિક આતંકવાદી સંગઠનોની તરફથી રજૂ કરાયેલા ખતરાથી છૂટકારો મેળવવા માટે દેશને નવા કાયદાની જરૂર છે. વિક્રમસિંઘે કહ્યું કે આ આતંકવાદને મદદ કરવાની પરિભાષા ખૂબ જ સંકીર્ણ છે. આથી આ પ્રકારની સ્થિતિને નિપટાવા માટે કાયદો મજબૂત નથી.
 
આપને જણાવી દઇએ કે 21મી એપ્રિલના રોજ ખ્રિસ્તીઓના તહેવાર ઇસ્ટર ડેના અવસર પર શ્રીલંકાના અલગ-અલગ વિસ્તારોમાં ચર્ચોને બોમ્બ બ્લાસ્ટથી હચમચાવી દેવામાં આવ્યા હતા. આ હુમલામાં 350થી વધુ લોકોના મોત થયા હતા અને અસંખ્ય લોકો ઘાયલ તયા હતા. હુમલા બાદ એક તસવીર સામે આવી હતી, જેને આઇએસ દ્વારા રજૂ કરાઇ છે. ત્યારબાદ તપાસમાં જોડાયેલ સ્થાનિક પોલીસે ગયા ગુરૂવારના રોજ કેટલાંક શંકાસ્પદોના નામ અને ફોટો રજૂ કરી તેમના અંગે માહિતી માંગી છે. સાથો સાથ શંકાસ્પદોની ધરપકડ પણ કરાઇ રહી છે. જો કે આ હુમલાની જવાબદારી આઇએસઆઇએસ એ પણ લીધી છે પરંતુ સ્થાનિક સંગઠનોની ભૂમિકાની પણ તપાસ થઇ રહી છે.