1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: શનિવાર, 16 ઑક્ટોબર 2021 (19:08 IST)

પાકિસ્તાનમાં શક્તિ પીઠ હિંગળાજ માતાજીના સ્થાનકે નવરાત્રીની વિશેષ પૂજાનુ આયોજન

સનાતન ધર્મમાં 51 શક્તિ પીઠ પૈકી પ્રથમ શક્તિ પીઠ જ્યાં આવેલી છે એવા પાકિસ્તાન સ્થિત પ્રસિદ્ધ હિંગળાજ માતાજીના સ્થાનકે આસો નવરાત્રિમાં વિશેષ પૂજન અર્ચન કરવામાં આવે છે. અહીં સિંઘ પ્રાંતમાંથી લોકો 700થી 800 કિલોમીટરની 15 દિવસ લાંબી પદયાત્રા ખેડી હિંગોળગઢ માં હિંગળાજના દર્શને પહોંચે છે. જેની સેવા અને સુરક્ષા પાકિસ્તાન આર્મીના જવાનો ખડેપગે કરે છે.
 
પાકિસ્તાન સ્થિત બલુચીસ્તાન પ્રાંતના લસબેલા વિસ્તારમાં આવેલા હિંગળાજ માતાજી મંદિરના મુખ્ય વ્યવસ્થાપક વેરસીમલ દેવાણી સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, વર્ષમાં આવતી આસો અને ચૈત્રી નવરાત્રિ પ્રસંગે માતાજીની પુરા ભાવ અને શ્રદ્ધા પૂર્વક આરાધના કરવામાં આવે છે. આ પૂજાનું ખૂબ ઊંચું મહત્વ રહેલું છે. લોકો સેંકડો કિલોમીટરનો પંથ કાપી પદયાત્રા દ્વારા માં હિંગળાજના દર્શને આવે છે. જેની સુરક્ષા વ્યવસ્થા વહીવટી તંત્ર અને આર્મી સાંભળે છે. આર્મીના જવાનો પદયાત્રિકો માટે ચા પાણીની સુવિધા પણ સેવારૂપે કરે છે.