મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: બુધવાર, 29 સપ્ટેમ્બર 2021 (19:43 IST)

સીરિયા: ગ્રેનેડ ફૂટતા બે ભાઈ સાથે વકીલ સહિત ત્રણ લોકોનાં મોત

આજકાલ એવા ઘણા બનાવો સામે આવતા હોય છે જેમાં પારિવારિક વિવાદ(Family dispute)નો કરુણ અંજામ આવતો હોય છે. ત્યારે આવો જ એક કિસ્સો સિરિયામાંથી સામે આવ્યો છે. જેમાં રાજધાની ટાર્ટસ(Tartus)માં આવેલા જસ્ટિસ પેલેસ(Justice Palace) સામે એક ગ્રેનેડ(Grenade) ફૂટતાં ત્રણ લોકોનાં મોત નીપજ્યા છે.
 
સિરિયામાં પારિવારિક વિવાદનો કરુણ અંજામ સામે આવ્યો છે. સિરિયાની રાજધાની ટાર્ટસમાં આવેલા જસ્ટિસ પેલેસ સામે એક સિરિયામાં ત્રણ લોકોનાં મૃત્યુ થયાં છે. રિપોર્ટ્સ પ્રમાણે, બે ભાઈ વચ્ચે પારિવારિક વિવાદ ચાલી રહ્યો હતો. બંને ભાઈ વકીલ સાથે જસ્ટિસ પેલેસ પહોંચ્યા હતા અને ત્યારે જ વિવાદ વકરતાં બોલાચાલી થઈ હતી. એક ભાઈએ ગ્રેનેડ હુમલાની ધમકી આપતાં વકીલે એને રોકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ વકીલ તેને પકડીને રોકે એ પહેલાં જ ગ્રેનેડ ફોડ્યો હતો. આ બ્લાસ્ટમાં બંને ભાઈ સાથે વકીલના પણ ફુરચા ઊડી ગયા હતા, સાથે જ ઘટનાસ્થળે હાજર 11 લોકો પણ ઘાયલ થયા હતા. બોમ્બઘડાકાની આ ઘટના બાદ તરત જ ઓથોરિટીએ આખા વિસ્તારને કોર્ડન કરીને સુરક્ષા વ્યવસ્થાને સઘન બનાવી દીધી હતી. આ મામલે સત્તાવાળાઓએ પણ આવું હિચકારું પગલું ભરવા પાછળના કારણને જાણવા માટે પણ તપાસ હાથ ધરી છે.