શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: શનિવાર, 10 ઑક્ટોબર 2015 (14:35 IST)

તુર્કીની રાજધાની અંકારામાં આતંકી હુમલો, રેલવે સ્ટેશન પાસે બે બ્લાસ્ટ 20ના મોત

તુર્કીની રાજધાની અંકારા શનિવારે એક પછી એક બે બ્લાસ્ટથી ધ્રુજી ઉઠી. ધમાકો શહેરના મુખ્ય રેલવે સ્ટેશન પર થયો. ધમાકામાં 20થી વધુ લોકો માર્યા જવાના સમાચાર છે.   પ્રત્યક્ષદર્શીઓ મુજબ ધમાકો એટલો જોરદાર હતો કે આસપાસની બિલ્ડિંગ હલી ગઈ. તુર્કી સરકારે આ આતંકી હુમલો બતાવ્યો છે. 
 
ધમાકામાં 35 લોકોના ઘાયલ થવાના સમાચાર છે. ધમાકો શાંતિ માર્ચ દરમિયાન થયો. આ શાંતિ માર્ચ કુર્દિશ વિદ્રોહીઓ અને સરકાર વચ્ચે ચાલી રહેલ સંઘર્ષના વિરોધમાં કરવામાં આવ્યો હતો. હાલ કોઈપણ આતંકી સંગઠને હુમલાની જવાબદારી લીધી નથી. મરનારાઓની સંખ્યા વધવાની આશંકા છે. શરૂઆતની તપાસ પછી આને આત્મઘાતી હુમલો બતાવવામાં આવી રહ્યો છે. 
 
તુર્કીએ તાજેતરમાં જ વલણ બદલ્યુ 
 
આ ધમાકો એવા સમયે થયો જ્યારે તુર્કીએ તાજેતરમાં જ આતંકી સંગઠન આઈએસ વિરુદ્ધ પોતાનુ વલણ બદલ્યુ હતુ. તુર્કીએ અમેરિકાને આઈએસ વિરુદ્ધ હુમલા માટે પોતાના એયરબેસનો ઉપયોગ કરવાની મંજુરી આપી હતી. 
 
આવતા મહિને જ તુર્કી જવાના છી મોદી 
 
પીએમ મોદી આવતા મહિને જી-20 સંમેલનમાં ભાગ લેવા તુર્કી જવાના છે. ત્યા દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત કરવા ઉપરાંત આતંકવાદ પર પણ વાત થવી નક્કી છે.