શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Updated : મંગળવાર, 8 નવેમ્બર 2016 (17:08 IST)

અમેરિકામાં ચૂંટણીની રાત - જાણો અમેરિકા ચૂંટણી વિશે જાણવા જેવુ

હાઈલાઈટ્સ 
 
- એક મોટી ચૂંટણી ઉપરાંત 52 નાની નાની ચૂંટણીઓ 
- લાલ રંગ રિપબ્લિકન, વાદળી ડેમોક્રેટને બતાવશે. 
- 538 વોટોમાંથી 270 વોટ મેળવવા જરૂરી 
- ભારતીય સમય મુજબ બુધવારે સવારે 5.30 વાગ્યે પહેલુ પોલિંગ સ્ટેશન બંધ થશે. 
 
ચૂંટણી વિશ્લેષક આ વખતના અમેરિકી રાષ્ટ્રપતિ ચૂંટણીને અભૂતપૂર્વ બતાવી રહ્યુ છે. એવુ કહેવાય રહ્યુ છે કે ડેમોક્રેટ હિલરી અને રિપબ્લિકન ડૉનલ્ડ ટ્રંપની વચ્ચે જે રીતે આક્રમક મુકાબલો દેખાય રહ્યો છે એવુ પહેલા ક્યારેય બન્યુ નથી. 8 નવેમ્બરના રોજ ફાઈનલ ચૂંટણી છે. અમેરિકી પોતાના 45માં રાષ્ટ્રપતિ ચૂંટણીની લાબી રાત માટે તૈયાર છે. જોવાનુ એ છે કે મોહર હિલેરી પર લાગે છે કે પછી ટ્રંપ બાજી મારી જાય છે. 
 
જીતનો રસ્તો એવી રીતે નક્કી થશે. કયા રાજ્યનુ કેટલુ મહત્વ છે અને કેટલો સમય લાગશે અમેરિકી રાષ્ટ્રપતિ પસંદ કરવામા.આ બધા સવાલોનો જવાબ તમને અહી મળશે.   અહી અમે તમને બતાવી રહ્યા છે કે અમેરિકામાં ચૂંટણીની રાત પહેલા તમારે શુ શુ જાણવુ જોઈએ. 
 
હિલેરીની જીત પાકી છે. ઓબામાએ એક ઈતિહાસ બનાવ્યો હતો. હવે હિલેરી પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ હોવાનો ઈતિહાસ રચશે. 
 
270 છે જાદુઈ નંબર 
 
રાષ્ટ્રસ્તર પર એક મોટી ચૂંટણી 51 નાના-નાની ચૂંટણી છે. 50 રાજ્યો અને એક અમેરિકાની રાજધાની વૉશિંગટનની ચૂંટણી જેમ જેમ રાજ્યોમાંથી ચૂંટણીના પરિણામ આવતા જશે એક ચૂંટણી નકશો તૈયાર થશે. લાલ રંગવાળા રાજ્યોનો મતલબ રિપબ્લિકનની જીત અને વાદળી રંગ ડેમોક્રેટનુ પ્રતિનિધિત્વ કરશે. 
 
આ ચૂંટણી નકશો 4 વર્ષમાં થનારા રાષ્ટ્રપતિ ચૂંટણીમાં પાર્ટીયો અને ઉમેદવારોના પ્રદર્શનની માહિતી આપે છે. નકશો બતાવે છે કે કોણ ક્યાથી જીતી કે હારી રહ્યુ છે. 
 
જાદુઈ આંકડો 270 વોટનો છે. રાષ્ટ્રપતિ એ જ બનશે જે 538 ઈલેક્ટોરલ વોટોમાંથી ઓછામાં ઓછા 270 મેળવી લેશે. 
 
અહીથી શરૂ થશે ડ્રામા 
 
અમેરિકા દુનિયાનો સૌથી મોટુ પૉલિટિકલ ડ્રામા છે. દુનિયાનુ સૌથી તાકતવર નેતા આ ચૂંટણીમાં ચૂંટવામાં આવે છે. અમેરિકામાં પ્રથમ પોલિંગ સ્ટેશન સાંજે 7 વાગ્યે (000 GMTબુધવાર)ઈસ્ટ કોસ્ટમાં બંધ હશે અને અંતિમ અલાસ્કામાં સ્થાનીક સમય મુજબ 06000 GMT
 
મતલબ ભારતીય સમયમુજબ 5:30 (બુધવાર) પ્રથમ પોલિંગ સ્ટેશન અને 11:30 વાગ્યે અંતિમ પોલિંગ સ્ટેશન બંધ હશે. ઉલ્લેખનીય છે કે GMTની તુલનામાં ઈંડિયા સ્ટેંડર્ડ ટાઈમ 5:30 કલાક આગળ ચાલે છે. 
 
મતલબ અમેરિકાનો સૌથી મોટા રાજનીતિક ડ્રામાની શરૂઆત ભારતીય સમયમુજબ 5:30 વાગ્યે સવારે જોર્જિયા, સાઉથ કૈરોલિના, વર્માટ, ઈંડિયાના અને કેંટકીમાં પોલિંગ સ્ટેશન બંધ થવાની સાથે થશે. 
 
પ્રથમ સરપ્રાઈઝ જોર્જિયા કે વર્જીનિયા કે પછી બંને સ્થાનોથી આવી શકે છે. જો ટ્રંપ જોર્જિયામાં હારે છે તો આ સરપ્રાઈઝ હશે કારણ કે તેને રિપબ્લિકનનો ગઢ માનવામાં આવે છે. આ રીતે જો હિલેરી વર્જીનિયાથી હારે છે તો આ એક ઝટકો હશે કારણ કે 2012માં ઓબામા અહીથી જીત્યા હતા. 
 
અડધો કલાક પછી ઓહિયો અને નોર્થ કૈરોલિના જેવા રાજ્યોની રણભૂમિના પરિણામ સામે આવશે. બંનેમાં ક્રમશ: 18 અને 15 ઈલેક્ટોરલ વોટ છે.  ઓહિયો ઐતિહાસિક રૂપથી ડેમોક્રેટનો ગઢ છે. જ્યારે કે નોર્થ કૈરોલિના રિપબ્લિકનને વોટ આપી રહ્યા છે. પણ આ વર્ષે શુ થશે કોઈને ખબર નથી. 
 
આગામી 90 મિનિટ પછી લગભગ 30 રાજ્યોના પરિણામ ઝડપથી આવવા શરૂ થઈ જશે. ચૂંટણી નકશાનો રંગ ઝડપથી વાદળી અને લાલ થઈ રહ્યો હશે. 
 
ફ્લોરિડા પર હશે સૌની નજર 
 
ફ્લોરિડામાં 29 ઈલેક્ટોરલ વોટ છે. ફ્લોરિડા અમેરિકી વિવિધતાનુ પ્રતીક છે. વસ્તી મિક્સ છે. 2012માં એક નિકટના મુકાબલામાં અહીથી ઓબામાને જીત મળી હતી.  2000ના ઐતિહાસિક વિવાદિત ચૂંટણીમાં જોર્જ ડબલ્યુ બુશે અહીથી અલ ગોરને હરાવ્યા હતા. 
 
આ ઉપરાંત ઉત્તર-પૂર્વના નાના રાજ્ય ન્યૂ હૈપશર પર પણ સૌની નજર રહેશે. સામાન્યરીતે અહીથી ડેમોક્રૈટ્સને જ વોટ મળી રહે છે. પણ આ વખતે કશુ પણ થઈ શકે છે.  આ જ રીતે 20 ઈલેક્ટોરલ વોટવાળા રાજ્ય પૈસિલવેનિયાનુ પરિણામ પણ મુખ્ય રહેશે. અહી પણ ડેમોક્રેટ્સ બઢતમાં રહે છે. 
 
પશ્ચિમની તરફ વધીએ તો મેક્સિકોની સીમા સાથે લાગેલ રાજ્ય એરિજોના અને ટેક્સસને આ વખતે ક્લિંટન માટે શક્યતાના રૂપમાં જોવામાં આવી રહ્યુ છે. બંને રાજ્ય કંજરવેટિવ માનવામાં આવે છે. 
 
બીજી બાજુ કોલોરાડો, મિશિગન અને વિસકૉન્સિન જેવા ડેમોક્રેટ્સના ગઢ આ વખતે ટ્રંપના ખાતામાં જઈને ચોકાંવનારા પરિણામ આપી શકે છે.  આ ત્રણેય રાજ્યોમાં કુલ 35 ઈલેક્ટોરલ વોટ છે. 
 
આવુ આવશે પરિણામ 
 
અમેરિકી ટેલિવિઝન એક એક કરી બધા રાજ્યોમાં વિજેતાઓની જાહેરાત કરશે. અહી જાહેરાત તેમના વોટ ટૈલી, એક્ઝિટ પોલ્સ અને તેમના ખુદના પ્રૉજેક્શનના સાથે કરવામાં આવશે.  સામાન્ય રીતે ડેમોક્રેટ્સના ગઢ કૈલિફોર્નિયાના 55 ઈલેક્ટરોલ વોટના પરિણામ પહેલાથી જ ચૂંટણીમાં હાર-જીત નક્કી થઈ ચુકી હોય છે.  કૈલિફોર્નિયામાં ભારતીય સમયમુજબ સવારે 9:30 પર પોલ બંધ થશે. આ પહેલા જ તસ્વીર સ્પષ્ટ થઈ જવી જોઈએ. જો કે આ વર્ષે ચૂંટણીની રાતની રેસ થોડી વધુ લાંબી ચાલવાની આશા છે.