1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: વોશિંગટન. , મંગળવાર, 21 માર્ચ 2017 (11:47 IST)

US આવનારા 8 દેશોના પેસેજર્સ પર પ્લેનમાં લૈપટોપ સાથે રાખવા પર રોક લાગશે

અમેરિકા પોતાના ત્યા 8 દેશોના પેસેંજર્સના ફ્લાઈટ્સમાં લેપટોપ, ટેબલેટ, આઈપેડ અને બીજી ઈલેક્ટ્રોનિક ડિવાઈસ સાથે રાખવા પર બેન લાગી શકે છે. મંગળવારને લઈને ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન નવો નિયમ બનાવી શકે છે. રૉયલ જોર્ડેનિયન એયરલાઈસે કન્ફર્મ કર્યુ.... 
 
- વોશિંગટન પોસ્ટના સમાચાર મુજબ, રોયલ જોર્ડેનિયન એયરલાઈંસે ટ્વીટ કરી અમેરિકાના બેન લગાવવાની પુષ્ટિ કરી છે. 
- બે ઓફિસરોએ પણ છાપાને જણાવ્યુ કે ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન ઈલેક્ટ્રોનિક ડિવાઈસને ફ્લાઈટ્સમાં લાવવા પર બેન લગાવી શકે છે. 
- એયરલાઈંસના ઓફિસરોએ ટ્વીટ કર્યુ કે 21 માર્ચથી કેટલાક દેશોના લોકોને ફ્લાઈટ્સમાં ઈલેક્ટ્રોનિક ડિવાઈસ રાખવા પર બેન લાગી શકે છે. 
 
ટ્વીટમાં શુ લખ્યુ છે ?
 
- કેટલાક દેશોના અમેરિકા જનારા લોકો ફલાઈટ્સમાં પોતાની સાથે ઈલેક્ટ્રોનિક કે ઈલેક્ટ્રિકલ ડિવાઈસ નહી રાખી શકે. 
- જોકે આ બેનમાં સૈલફોન કે મેડિકલ ડિવાઈસને સામેલ નહી કરવામાં આવે. 
- એક ઓફિસરે જણાવ્યુ કે અમેરિકી એયરલાઈંસ પર આ બેનની કોઈ અસર નહી પડે. 
 
ઓફિસરોએ કમેંટથી કર્યો ઈંકાર 
 
- અમેરિકી વિદેશ વિભાગ તરફથી બધી ઈંકવાયરી ટ્રાંસપોર્ટ સિક્યોરિટી એડમિનિસ્ટ્રેશન અને ત્યાથી હોમલેંડ સિક્યોરિટીને મોકલવામાં આવી છે. 
- ડિપાર્ટમેંટ ઓફ હોમલેંડ સિક્યોરિટીના સ્પોક્સપર્સન ડેવિડ લેપન મુજબ "સિક્યોરિટીને ધ્યાનમાં રાખતા હાલ કશુ પણ બતાવવાની સ્થિતિમાં નથી.  જેવો કોઈ નિર્ણય લેવામાં આવશે કે અમે અપડેટ્સ બતાવીશુ."