શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. આંતરરાષ્ટ્રીય
Written By ભાષા|
Last Modified: ઈસ્લામાબાદ , શનિવાર, 20 ડિસેમ્બર 2008 (10:38 IST)

અઝમલ કસાબ પાકિસ્તાની છે-શરીફ

પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી નવાઝ શરીફે મુંબઈ હુમલાઓમાં ધરપકડ કરાયેલ આતંકવાદી પાકિસ્તાની ન હોવાનો દાવો કરી રહેલ આસીફ અલી ઝરદારીને પડકાર આપતાં કહ્યું હતું કે શંકાસ્પદના ગામને ઘેરી લેવાયું છે અને તેના માતા-પિતાને કોઈની સાથે મળવાની મંજુરી નથી અપાઈ.

શરીફે પાકિસ્તાની ચેનલ જીયો ન્યુઝની સાથે કરેલી એક વાતચીત દરમિયાન કહ્યું હતું કે મે જાતે જ આની તપાસ કરી છે. સુરક્ષા એજંસીયોએ અઝમલના ગામની ઘેરાબંધી કરી રાખી છે.

તેમણે કહ્યું હતું કે મને તે નથી સમજાઈ રહ્યું કે આવું કેમ કરાઈ રહ્યું છે. પૂર્વ પાકિસ્તાની પ્રધાનમંત્રીએ માંગ કરી હતી કે ઈમાનના માતા-પિતાને મળવાની મંજુરી આપવામાં આવવી જોઈએ જેથી કરીને સત્ય શું છે તે બહાર આવે.

પંજાબની સાથે સંબંધ રાખનારા પાકિસ્તાન મુસ્લીમ લીગના નેતાએ કહ્યું હતું કે આપણે થોડુક આત્મમંથન કરવાની જરૂરત છે.