શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: રિયો ડી જનેરિયો. , શનિવાર, 28 મે 2016 (13:03 IST)

ઓલિમ્પિક પહેલા 16 વર્ષની યુવતી સાથે 33 લોકોએ કર્યો ગૈગરેપ

બ્રાઝિલના રિયો ડી જનેરિયોને એક દિલ દહેલાવનારી ઘટના સામે આવી છે. અહી એક 16 વર્ષની સગીર યુવતી સાથે 33 લોકોએ 36 કલાક સુધી રેપ કર્યો. એટલુ જ નહી તેની તસ્વીરો પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી નાખી.  
 
આ છે મામલો... 
 
માહિતી મુજબ આ મામલો ગયા શુક્રવારે રાત્રે ફાવેલા નામના એરિયાનો છે. યુવતી જ્યારે બોયફ્રેંડને મળવા ગઈ તો બોયફ્રેંડએ તેને કોઈ નશીલી વસ્તુ આપી દીધી અને 33 લોકોએ મળીને તેની સાથે રેપ કર્યો. ત્યારબાદ જ્યારે યુવતીને રવિવારે સવારે હોશ આવ્યો ત્યારે તેણે જોયુ કે 30થી વધુ લોકો તેની આસપાસ ઘેરો બનાવીને ઉભા હતા અને તેના હાથમાં પિસ્તોલ અને રાઈફલો હતી. યુવતી જેમ તેમ કરીને મંગળવારે ઘરે પહોંચી. તેની હાલત જોઈને તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. 
બોયફ્રેંડ સહિત ચારની ધરપકડ 
 
બળાત્કારના મામલે પોલીસે યુવતીના બોયફ્રેડ સહિત 4 લોકોની ધરપકડ કરી લીધી છે. આ ઘટનાથી મહિલાઓ વિરુદ્ધ હિંસાની સ્થાનિક સમસ્યા સામે આવી છે. લૈગિકતા સંબંધિત અપરાધો પર વિચાર કરવા માટે કાર્યવાહક રાષ્ટ્રપતિ મિશેલ ટેમરે બ્રાઝીલ રાજ્યના બધા સુરક્ષા મંત્રીઓની એક તત્કાલીન બેઠક બોલાવી. ટેમરે એક નિવેદનમાં કહ્યુ છે "આપણે 21મી સદીમાં જીવી રહ્યા છે અને તેમા આ પ્રકારના જઘન્ય અપરાધો થવા વિચિત્ર છે.  તેમને મહિલાઓ વિરુદ્ધ અપરાધોને રોકવા માટે એક સંઘીય પોલીસ બળની રચના કરવાનુ વચન આપ્યુ છે. 
 
હુમલાને લઈને લોકો દ્વારા ઓનલાઈન મજાક ઉડાવવી, ગ્રાફિક્સ ફોટો અને કિશોરીના બેહોશીવાળા નિર્વસ્ત્ર વીડિયો રજુ કર્યા પછી આ મામલો પ્રકાશમાં આવ્યો છે. ઓ ગ્લોબો સમાચાર પત્રમાં એક નિવેદનમાં 16 વર્ષીય યુવતીએ કહ્યુ, "હુ ઈચ્છુ છુ કે ભગવાન ન્યાય કરે. હુ બરબાદ થઈ ગઈ છુ. તેણે કહ્યુ, "આ એક કલંક છે જેનાથી હુ સૌથી વધુ દુખી છુ. આ એવુ છે જાણે લોકો કહી રહ્યા છે કે તેની ભૂલ છે. તેણે નાના કપડાં પહેર્યા હતા. હુ લોકોને બતાવવા માંગુ છુ કે આ પીડિત સ્ત્રીની ભૂલ નથી હોતી." 
 
હવે બ્રાઝિલ મીડિયા ચૂપ કેમ ?
 
ઉલ્લેખનીય છે કે બ્રાઝીલ મીડિયાએ 2012માં નિર્ભયા કેસ દરમિયાન મામલાને જોરદાર રીતે કવર કરતા ભારતને મહિલાઓ માટે ખતરનક સ્થાન બતાવ્યુ હતુ અને હવે બ્રાઝીલની મીડિયા આ ઘટનાને લઈને ચુપ બેસ્યુ છે.