શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. આંતરરાષ્ટ્રીય
Written By ભાષા|
Last Modified: લંડન , સોમવાર, 31 માર્ચ 2008 (22:39 IST)

ડાયનાની મોતની તપાસ પૂર્ણ

લંડન. રાજકુમારી ડાયના અને તેના મીત્ર ડોડી અલ ફયાદની મોત સંદર્ભે તલસ્પર્શી તપાસ બાદ અધિકારીઓએ આ મામલામાં રાજકુમાર ફિલિપ્સ અને બ્રિટીશ ગુપ્તચર વિભાગની સંડોવણીના કોઈ પુરાવા નહીં મળતાં અંતે આ ઘટનામાં બંનેની ભૂમિકા નથી તેવો રિપોર્ટ રજુ કર્યો હતો.

મુખ્ય તપાસ અધિકારી ન્યાયમૂર્તી સ્કાટ બેકરે જ્યુરી સમક્ષ જણાવ્યુ હતુ કે, દુર્ઘટના સંબંધમાં હૈરોડના બોસ મહોંમદ અલ ફયાદના કાવતરાની આશંકાને માનવા માટે કોઈ આધાર નથી. લોર્ડ બેકરે કહ્યુ હતુ કે, ડ્યુક ઓફ એડિનબર્ગ રાજકુમાર ફિલિપ્સ દ્વારા ડાયનાને પ્રાણદંડ આપવાનો કોઈ આદેશ આપ્યો હોય તેવા પ્રમાણ પણ મળ્યા નથી.